સિંગવડ:સિંગવડ તાલુકાના જામદરા બસ સ્ટેશન પર પીપલોદ થી સિંગવડ તરફ આવતા જામદરા ડામર રસ્તા પર ખાડો પડી જવાથી વાહનચાલકોને એક્સિડન્ટ થવાનો ભય રહેતો હોય છે જ્યારે આ રસ્તા ઉપર થોડા સમય પહેલા પણ ખાડો પડી ગયો હતો જેને પૂરવામાં આવ્યો હતો પરંતુ બરોબર પૂર્ણ નહીં કરાતા ડામર રસ્તા ઉપર ફરીથી ખાડો પડી છે જે ત્યાંના આજુબાજુના લોકો દ્વારા ખાડા ની સાઈડમાં પથ્થરો મૂકીને તે જગ્યા પર ખાડો પડી ગયો હોય તેમાં કોઈ મોટરસાયકલ સવાર પડી નહીં જાય તેના માટે ત્યાં પત્તર મુકવામાં આવ્યા છે.
જ્યારે આ રસ્તા ઉપર ઘણી જગ્યાએ ખાડા પડી ગયા હોય તે જ્યારે પીપલોદ થી સિંગવડના રસ્તો પહોળો કરીને નવો બનાવવામાં આવે તો આ રસ્તા ઉપરના પડી ગયેલા ખાડાઓનું પણ પુરણ થઈ જાય અને તે પણ વ્યવસ્થિત થઈ જાય તેમ છે અને આ રસ્તા ઉપર અવરજવર વાળા ને એક્સિડન્ટ થવાનો પણ ભય ઓછો રહે જ્યારે આ જામદરા બસ સ્ટેશન પરના ખાડા ચારથી પાંચ દિવસ થયા હોવા છતાં સરકારી તંત્ર દ્વારા આ ખાડાને પુરવામાં નહીં આવતા કોઈપણ રાજ મધરાતે એકસીડન્ટ થવાનું ભાઈ રહે છે માટે આ પીપલોદ થી સિંગવડના વચ્ચે જે ખાડા પડી ગયા છે તેને પૂરીને કમ્પલેટ કરવાનો તેવી વાહન ચાલકોની માંગ છે.