National

જય શાહે તિરંગો હાથમાં લેવાની ના કેમ પાડી? ચાહકો ભડક્યા

નવી દિલ્હી: એશિયા કપ 2022ની (Asia Cup 2022) બીજી મેચમાં જે રીતે ભારતે (India) પાકિસ્તાનને (Pakistan) 5 વિકેટે હરાવી ચાહકોના દિલ જીતી લીધા છે. હાર્દિક પંડ્યાએ સિક્સર ફટકારી વિજયની એ ક્ષણથી જ આખાય દેશમાં ઉજવણીનો માહોલ શરૂ થઈ ગયો હતો . પરંતુ આ દરમિયાન એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેને લઈને ભારતીય ચાહકો ભડકી ઉઠ્યા છે. ગુસ્સે ભરાયેલા ચાહકો તેમનો ગુસ્સો સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી રહ્યા છે. આ વીડિયો BCCIના મુખ્ય સચિવ જય શાહનો (Jay Shah) છે. જાણો શું છે આ વીડિયોમાં અને શા માટે ભારતીય ચાહકો વ્યક્ત કરી રહ્યા છે ગુસ્સો.

બીસીસીઆઈના (BCCI) મુખ્ય સચિવ જય શાહ આ મેચ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમનો ઉત્સાહ વધારવા ત્યાં હાજર હતા. ભારતીય ટીમની જીત બાદ તે દરેક ભારતીય ચાહકોની જેમ ખુશ જણાતા હતા અને તેઓ તાળીઓ પણ વગાડી રહ્યા હતા. આ દરમિયાન તેમની નજીક ઉભેલા એક વ્યક્તિએ તેમની તરફ તિરંગો ઊંચો કર્યો હતો, પરંતુ જય શાહે તરત જ હાથમાં તિરંગો લેવાની ના પાડી દીધી હતી.

સોશિયલ મીડિયા પર ભારતીય ચાહકો ભડક્યા,
ત્યાર બાદથી આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ચાહકો ગુસ્સે થઈ ગયા. સોશિયલ મીડિયા પર એક યુઝરે જય શાહને સવાલ પૂછ્યો કે તેઓએ તિરંગાનું આ રીતે અપમાન કેમ કર્યું? કોઈએ એમ પણ લખ્યું કે જય શાહે તેના પિતાને સમજાવવું જોઈએ કે સાચા ભારતીય બનવા માટે હાથમાં તિરંગો પકડવાની કે થિયેટરમાં રાષ્ટ્રગીત ગાવાની જરૂર નથી. હવે જાણી લો આ પાછળનું સાચું કારણ શું છે.

જય શાહે હાથમાં તિરંગો લેવાની કેમ ના પાડી હતી?
ભારતની જીત પર દરેક ભારતીય ચાહકોના દિલમાં માત્ર ખુશી અને જશ્ન હતો. આવી સ્થિતિમાં આ જીતની ખુશીમાં ખુદ જય શાહે તિરંગો હાથમાં લેવાની ના પાડી કેમ?  આ પ્રશ્ન દરેક જગ્યાએ પૂછાઈ રહ્યો છે, તો તમે તેનો જવાબ જાણો છો. જાણકારોનું કહેવું છે કે જય શાહ ICC ક્રિકેટ કમિટીના સભ્ય પણ છે. નિયમો અનુસાર, ICC સભ્યો કોઈ ચોક્કસ દેશની તરફેણમાં હોઈ શકે નહીં, આ કારણોસર જય શાહે તે સમયે તિરંગો હાથમાં લેવાની ના પાડી દીધી હતી. જોકે, જય શાહ વતી આનું કારણ હજુ આપવાનું બાકી છે, કારણ કે તે પોતે જ આ વિશે સૌથી સચોટ કારણ આપી શકે છે.

Most Popular

To Top