ચેન્નઈ: (Chennai) શનિવારના રોજ તેના પરિવારના સભ્યોને દેશની બહાર જતા અટકાવવા માંગતા નશામાં (Drunk) ધૂત એક વ્યક્તિએ(Person) દુબઈ (Dubai)જતી ખાનગી કેરિયરને બોમ્બની (Bomb) ખોટી ધમકી આપી હતી પણ તે પોલીસના (Police) શંકજામાં આવી ગયો હતો.ચેન્નઈ શહેરનો રહેવાસી તેના પરિવારના બે સભ્યોને દુબઈ જતા અટકાવવા માગતો હતો અને તેણે સિટી પોલીસ કંટ્રોલ રૂમને ધમકીભર્યો કોલ કર્યો હતો, જેના કારણે સુરક્ષા એજન્સીઓએ ઈન્ડિગોની ફ્લાઈટની અંદર સંપૂર્ણ તપાસ શરૂ કરી હતી જે મૂળ 7.20 વાગ્યે રવાના થવાની હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
આ પ્રકારની કોઈ વસ્તુ વિમાનમાં મળી ન હતી
ધમકીભર્યા ફોન બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા ફ્લાઇટમાં કોઈ વિસ્ફોટક ચીજવસ્તુઓ મૂકવામાં આવી હતી કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી.જો કે આ પ્રકારની કોઈ વસ્તુ વિમાનમાં મળી ન હતી જેના પગલે અધિકારીઓ અને અન્યોએ રાહતનો શ્વાસ લીધો હતો.દરમિયાન ફોન કોલને ટ્રેસ કરવામાં આવ્યો હતો જે શહેરમાં રહેતા એક શખ્સે કર્યો હતો કારણ કે તે પોતાના સંબંધીઓને દુબઈ જવાથી અટકાવવા માગતો હતો, પોલીસે તેની ધરપકડ કરી હતી.થોડા સમય બાદ ફ્લાઈટ પોતાના ગંતવ્ય સ્થાન માટે રવાના થઈ હતી.ફ્લાઈટના આશરે 180 મુસાફરો અને ક્રૂ સભ્યોને ત્યાર સુધી રહેવાની જગ્યા આપવામાં આવી હતી.