હાલમાં ખાંડવેલ જેવા સુરમ્ય સ્થળે એક રીસોર્ટમાં એક સ્વામીજી શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. અનુયાયીઓએ ભવ્ય વ્યવસ્થા આનંદ દાયક રંગપાણી સાથે સગવડ પૂરી પાડવામાં આવી હતી પણ સ્વામીએ સતસંગમાં ધંધાધારી ભળીને આંચકો લાગે એવી હતી છતાં લેવાવાળા તો લેવાના જ ? લેવાવાળા સમયના બદલાવવાની સતત ઝંખના હતી, સારો સમય જતો નહીં રહે બીજી તરફ ખરાબ સમય ક્યારે જશે એના ઉદ્યોગમાં આપણું ભવિષ્ય આપણને આપણા કંટ્રોલમાં જોઈએ છે. આ કેવી સેલ્ફ કોન્ટ્રાડિકટરી મેન્ટો લિટીમાં જીવી રહ્યા છીએ. કોઈક મહાન શક્તિ પરમતત્વએ લખેલા એ લખાણને ભૂંસીને કોઈ માણસ પાસે જે પોતાનું ભવિષ્ય પણ નથી બદલી શકતો એની પાસે આપણું ભવિષ્ય પણ નથી બદલી શકતો એની પાસે, આપણું ભવિષ્ય બદલી લાવી લેવાની તાલાવેલી સેવીએ છીએ ? માણસ માત્ર સતત સુખ ઈચ્છે છે. આપણા વશમાં નથી એના ઉપર સૌને કંટ્રોલ જોઈએ છે. પરંતુ જે આપણા હાથમાં શક્યતામાં પ્રયાસ કે પ્રયત્ન ઉપર આપણો વિશ્વાસ નથી. ખરેખર તો માણસ પોતે જ પોતાના ભવિષ્યનું નિર્માણ કરે છે. એક શ્વાસ લીધા પછી પણ જો આપણે એતેલાં બો સમય આપણી પાસે નથી રાખી શકતા છોડી દેવો પડે છે. તો બીજુ શું પકડી રાખી શકીશું ? હસ્તરેખા, કુંડળી, જાદુટોના, નંગ વિધિવિધાન, યશો કહેવતમાં શ્વાસ કરનારા લોકો અરે કર્મમાં મહનતમાં પ્રમાણિકતામાં શ્રધ્ધા રાખીને સતત કામ કરતા લોકો જીતે છે. જે ભવિષ્યના કરતા ફરતામાં અઢી લાખનાં યંત્રથી ભવિષ્યનાં લેખામા ફેર પડે ખરો ! યંત્રની જય ….
ગંગાધરા – જમિયતરામ હ. શર્મા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આસામના મુખ્યમંત્રીની પ્રસંશનીય પહેલ મામુલી કેસો પાછા ખેંચો
તાજેતરમાં સ્વાતંત્ર દિને આસામ રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યમાં નીચલી અદાલતોનો બોજ ઘટાડવા માટે સરકાર દ્વારા કરાયેલા એક લાખ નાના-નાના કેસો પાછા ખેંચી લેવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ 14મી ઓગષ્ટ 2021ની મધ્યરાત્રિ પહેલાં નોંધાયેલા મામૂલી કેસોને પાછા ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે. પહેલાં તબક્કામાં વાંધાજનક સોશિયલ મીડિયા પોસ્ટ મૂકવા બદલ કરાયેલા કેસ સહિતના એક લાખ નાના કેસ સરકાર પાછા ખેંચી લેશે. એ પછી કેસોનું મૂલ્યાંકન કરીને બીજા પણ નાના-નાના કેસો પાછા લેવાશે. મુખ્યમંત્રીની દલીલ છે કે, ન્યાયતંત્ર અને પોલીસ સહિતની તપાસ એજન્સીઓ પણ બળાત્કાર અને હત્યા જેવા વધારે ગંભીર અપરાધો પર ધ્યાન કેન્દ્રીત કરી શકે એ માટે આ નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાની આ પહેલ પ્રશંસનીય સ્તુત્ય અને સાચી દિશાની છે. અને દેશના અન્ય રાજ્યોને માટે અનુકરણીય પણ છેજ.
પાલનપુર – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.