ટોક્યો: વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2022માં (World Badminton Championship 2022) ભારતે (India) ઈતિહાસ રચ્યો છે. ભારતીય સ્ટાર શટલર જોડી ચિરાગ શેટ્ટી (Chirag Shetty) અને સાત્વિક સાયરાજરંકીરેડ્ડીએ (Satwik Sayararankireddy) અદ્ભુત પ્રદર્શન કરી ભારતને બોન્ઝ મેડલ (Bonz Medal) અપાવ્યો છે. શરૂઆતથી જ જીતની તરફ આગળ વધતા ચિરાજ અને સાત્વિકની જોડી સેમિફાઈનલમાં પહોંચી હારી ગઈ હતી. તેથી ચિરાગ અને સાત્વિકે બોન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો. ઈતિહાસમાં ભારતને મેડલ અપાવવાવાળી પ્રથમ પુરુષોની જોડી છે. આ પહેલા ભારતે 2011માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2022માં ભારતીય સ્ટાર શટલર જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાયરાજરંકીરેડ્ડીએ અદ્ભુત પ્રદર્શન કર્યું હતું, પરંતુ સેમિફાઇનલમાં હાર્યા બાદ તેમને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. સેમી-ફાઈલમાં મલેશિયાની જોડી એરોન ચિયા અને સોહ વુઈ યિકને 20-22, 21-18, 21-16થી હરાવ્યા હતા. હાર છતાં ભારતીય સ્ટાર શટલર જોડી ચિરાગ અને સાત્વિકે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચ્યો છે. સાત્વિક અને ચિરાગ આ ચેમ્પિયનશિપની મેન્સ ડબલ્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતનારી પ્રથમ ભારતીય પુરુષ જોડી બની છે.
અગાઉ 2011માં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો
ભારતીય સ્ટાર શટલર જોડી ચિરાગ અને સાત્વિકે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચ્યો છે. વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપના ઈતિહાસમાં મેન્સ ડબલ્સ કેટેગરીમાં ભારતનો આ પહેલો મેડલ છે. ઓવરઓલ (મહિલા-પુરુષ) ડબલ્સમાં ભારતનો આ બીજો મેડલ હશે. અગાઉ 2011માં ભારતે મહિલા ડબલ્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ મેડલ જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પાની જોડીએ જીત્યો હતો. તે સમયે પણ આ મહિલા જોડી વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપની સેમીફાઈનલમાં હારીને બહાર થઈ ગઈ હતી. ત્યારબાદ તેને ચીનની જોડી સામે હારીને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
વિજય સાથે શરૂઆત કરી હતી, પરંતુ સાત્વિક-ચિરાગ છેલ્લી બે ગેમમાં હારી ગયા હતા
ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડીની જોડી સતત સારું પ્રદર્શન કરી રહી છે. આ જોડીએ તાજેતરમાં બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પણ આ ભારતીય જોડી પાસેથી ગોલ્ડની અપેક્ષા હતી, પરંતુ સેમિફાઇનલમાં નજીકની મેચમાં હારનો સામનો કરવો પડ્યો.
મલેશિયાની જોડી સામે સાત્વિક-ચિરાગે શાનદાર શરૂઆત કરી હતી. તેઓએ પ્રથમ ગેમમાં 22-20થી શાનદાર જીત નોંધાવી હતી. પરંતુ તે પછી બીજી ગેમ ખૂબ જ રોમાંચક રહી હતી, જેમાં 18-21ના માર્જિનથી નજીકની હાર હતી. ત્રીજી ગેમ પણ ઘણી રોમાંચક રહી. આ પણ ટાઇમાં ચાલી રહ્યું હતું, પરંતુ અંતે સાત્વિક-ચિરાગને 16-21થી હારનો સામનો કરવો પડ્યો હતો.
ચેમ્પિયનશિપમાં ભારતનો 13મો મેડલ છે
વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપના ઈતિહાસમાં ભારતનો આ 13મો મેડલ છે. પહેલો મેડલ 1983માં પ્રકાશ પાદુકોણે આપ્યો હતો. ત્યારબાદ ડેનમાર્કમાં યોજાયેલી ચેમ્પિયનશિપમાં પ્રકાશ પાદુકોણે સિંગલ્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતે અત્યાર સુધી માત્ર એક ગોલ્ડ જીત્યો છે. આ ગોલ્ડ મેડલ પણ પીવી સિંધુએ 2019માં અપાવ્યો હતો. 2011થી આ ચેમ્પિયનશિપમાં ભારતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. આ દરમિયાન ભારતે સતત મેડલ જીત્યા છે.