Columns

દિવા તળે અંધારું : પાલિકાની વડી કચેરી નજીક જ ગંદકીનું માર્કેટ

વડોદરા : વડોદરા મહાનગર પાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધા આપવા માટે તદ્દન નિષ્ફળ નીવડ્યું છે. શહેરમાં ઠેર ઠેર ગંદકી, ઉભરાતી ગટરો, રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધા માટે પાલિકામાં વેરા ભરે છે પરંતુ પાલિકાની કચેરી ખડેરાવ માર્કેટ પાછળ જાણે ગંદકીનું માર્કેટ ભરાયું હોય તે રીતે જોવા મળી રહી છે. જેને પરિણામે ત્યાં શાકભાજી, ફળ ફળાદી લેવા આવતા નગરજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે પાલિકાની કચેરીમાંથી વડોદરા શહેરમાં ગંદકી દુર કરવાની સુચના આપવામાં આવે છે તેમની જ કચેરીની પાછળના ભાગમાં આવેલ માર્કેટના જાહેર રોડ રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.

ખંડેરાવ માર્કેટમાં શહેરના મોટાભાગના લોકો ત્યાં અવર જવર કરતા હોય છે શાકભાજી, ફળ ફળાદી તથા અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુ લેવા માટે આવતા હોય છે. પરંતુ પાલિકાની વડી કચેરીની પાછળના ભાગમાં જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેને પરિણામે સ્થાનિક લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને પણ વેપારીઓને લીધે ત્યાં થતા દબાણ અને ગંદકીને લીધે હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનીકોમાં તો ગંદકીને લીધે મચ્છરનો ઉપદ્રવ વધશે તો રોગચાળો ફેલાવાનો પણ ભય સતાવી રહ્યો છે. લોક મુખે તો એવું ચર્ચાય રહ્યું છે કે જે પાલિકાની કચેરીમાંથી આખા શહેરને સાફ કરવા માટેની સુચના આપવામાં આવે છે તે જ પાલિકાની કચેરીની પાછળ ગંદકીનું બજાર ભરાયું હોય તેવી ગંદકી જોવા મળી રહી છે.

Most Popular

To Top