ઝઘડિયા: ઝઘડિયા (Zagadiya )તાલુકાના ખરચી ગામે રહેતા ૮૦ વર્ષિય વૃદ્ધા (Old Women ) ઉજમ ગણપત પટેલનું રોડ પર આંબાવાડિયું ખેતરમાં સાફસફાઈ કરતાં હતાં, ત્યારે કોઈ અજાણ્યો માણસ તેમની પાસે આવ્યો હતો અને જણાવ્યું હતું કે, હું ગુમાનપુરા ગામથી આવું છું. અમે તમારા આંબાની કલમો રોપવાનું કામ રાખ્યું હતું. અમારી મજૂરીના રૂ.૪૦૦૦ બાકી છે તેવી વાત કરી હતી. ત્યારે આ ઇસમ ઉજમબેનને ધક્કો મારી રૂમનો દરવાજો અંદરથી બંધ કરી ઉજમબેનને રૂમમાં પૂરી દઈ ધમકાવવા માંડ્યો હતો. અને ઉજમબેનના હાથમાંની ચાર તોલાની રૂ.૧,૮૦,૦૦૦ની બે બંગડી બળજબરીથી કઢાવી લુંટારુએ રોડ પર મોટરસાઇક લઈ ફરાર થઇ ગયો હતો.
સેલવાસમાં એરગન જેવું હથિયાર બતાવી લૂંટનો પ્રયાસ
સેલવાસ-દમણ : સંઘ પ્રદેશ સેલવાસના વાસોણા ચાર રસ્તા પાસે આવેલ ટેલિકોમ કમ મની ટ્રાન્સફરની દુકાનમાં એક શખ્સ દ્વારા લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. દુકાનદાર રાત્રે દુકાનબંધ કરી જઈ રહ્યો હતો, ત્યારે જ લાકડા તથા એરગન જેવા હથિયાર વડે દુકાનમાં પ્રવેશી દુકાનદારને ડરાવી પૈસાની બેગ લઈને નાશે એ પહેલા જ લોકોએ પકડાયેલા શખ્સને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો છે.
દુકાનના માલિક પૈસાની બેગ લઈને દુકાન બંધ કરી જ રહ્યા
સેલવાસના વાસોણા ચાર રસ્તા પાસે આવેલ હરિઓમ ટેલિકોમ કમ મની ટ્રાન્સફર નામની દુકાનમાં બુધવારનાં રોજ રાત્રે 9 કલાકે દુકાનના માલિક જયેશભાઈ પૈસાની બેગ લઈને દુકાન બંધ કરી જ રહ્યા હતા કે એક અજાણ્યો શખ્સ જેણે રેઈનકોટ પહેર્યો હોય અને મોઢા પર રૂમાલ બાંધી દુકાનમાં અચાનક પ્રવેશી લાડકા જેવા પદાર્થ વડે જયેશભાઈને ધમકાવી તેમની પાસે રહેલી પૈસાની બેગ આપવા જણાવ્યું હતું. પરંતુ જયેશભાઈએ પૈસાની બેગ ન આપી તેનો પ્રતિકાર કરતાં અજાણ્યા શખ્શે એરગન જેવું હથિયાર કાઢી તેમના પર તાંકી દીધી હતી.
દુકાનદાર જયેશભાઈને માથાના ભાગે ઈજા પહોંચી હતી. આ તરફ લૂંટના ઈરાદે આવેલો શખ્સ ભાગવા જતા દુકાનમાં કામ કરતો અન્ય યુવક અને આસપાસના લોકો તેને પકડવા દોડ્યા હતા. જ્યાં લોકોએ લૂંટ કરવાના ઇરાદે આવેલા શખ્સને પકડી તેને સારો એવો મેથીપાક ચખાડી પોલીસ હવાલે કર્યો હતો. જ્યાં પોલીસે આ મામલે આઈ.પી.સી.ની કલમ 394 અને આમ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આ કામનો 22 વર્ષીય આરોપી સૂરજ છોટુ વરટાની ધરપકડ કરી તેની પાસેથી એરગન હથિયારને કબજે કરી તેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી આગળની તપાસ હાથ ધરી છે.
કોર્ટમાં રજુ કરતા કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર
જો કે, પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, પકડાયેલા આરોપી સામે અગાઉ 2021 મા પણ લૂંટના ગુનો દાખલ થવા પામ્યો હતો અને તે સજા ભોગવી ચૂક્યો છે. ત્યારે પકડાયેલા આરોપીએ અન્ય બીજા કયા વિસ્તારમાં લૂંટ અને ચોરીને અંજામ આપ્યો છે એ દિશામાં તપાસ હાથ ધરી છે. જો કે, દુકાનદાર જયેશભાઈના જણાવ્યા અનુસાર 12 વર્ષથી તેઓ અહીં વ્યવસાય કરે છે પરંતુ આ પ્રકારની ઘટના પ્રથમવાર જ બની હોવાનું જણાવ્યું હતું