Gujarat

વિસનગરમાં વહેલી સવારથી વરસેલા વરસાદને લઇ જ્યાં જુઓ ત્યાં પાણી પાણી

મહેસાણા : વિસનગરમાં (Visanagar) મંગળવારે વહેલી સવારે પડેલા ભારે (Heavy) વરસાદના(Rain ) કારણે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. વરસાદ લગાતાર ચાલુ રહેતાં કાંસા ચોકડીથી એપીએમસી માર્કેટ (APMC Market) સુધીનો રોડ પાણીમાં ગરકાવ થઇ જતાં લોકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડ્યું હતું. અઢી ઇંચ વરસાદમાં મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં પાલિકાની પ્રિ-મોનસુન કામગીરી (Pre-monsoon ) કામગીરી (operations) નિષ્ફળ જોવા મળી હતી. કાંસા ચારરસ્તાથી આઇટઆઇ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

વહેલી સવારથી લગાતાર વરસાદ વરસી રહ્યો હતો
વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થતાં શાળાએ જતા વિદ્યાર્થીઓ તેમજ નોકરી ધંધા અર્થે જતા લોકો અટવાઇ પડ્યા હતા. શહેરના કાંસા ચોકડીથી માર્કેટયાર્ડ સુધી, કાંસા એનએ વિસ્તાર, રામદેવપીર મંદિર, ગાયત્રી મંદિર, થલોટા રોડ, એપીએમસી ગેટ આગળ, દગાલા રોડ, બસ સ્ટેશન, આઇટીઆઇ ચોકડી, આઇટીઆઇ આગળ, લાવારિસ સ્ટેશન, દરબાર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. વિસનગરમાં ભારે વરસાદને પગલે કાંસા ચોકડીથી અાઇટીઅાઇ સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.

અડધું મહેસાણા પાણીમાં ડૂબ્યું
મહેસાણામાં મેઘરાજા મન મૂકીને હેત વરસાદી રહ્યા છે. છેલ્લા બે દિવસથી ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા શહેરમાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જેને લઈને રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. રસ્તાઓ ધોવાઈ જતાં વાહનચાલકોને હાલાકી પડી રહી છે.
ગોપી નાળું પણ આખે આખું છલકાયું
ભારે વરસાદને કારણે મહેસાણા શહેરના બે ભાગને જોડતું ગોપી નાળું છલકાઈ જતાં સ્વિમિંગ પૂલ જેવી સ્થિતિ સર્જાઈ હતી. એક માર્ગ ઉપર પાણી ભરાતાં વાહનચાલકોને વહેલી સવારથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગોપી નાળામાં દર ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાતી હોય છે. એને લઈને ચોમાસા દરમિયાન વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.

માર્ગો ધોવાઈ ગયા
મહેસાણા શહેરમાં ખાબકેલા 8 ઇંચ વરસાદમાં શહેરના મોટા ભાગના માર્ગો હાડપિંજર બની ચૂક્યા છે, જેમાં મહેસાણા વીસનગર લિંક રોડ, ગાંધીનગર લિંક રોડ, સાંઈબાબા મંદિર રોડ, ધોબીઘાટ રોડ, હૈદરી ચોકથી ફુવારા સુધીના આ તમામ માર્ગો પર તંત્રે પાથરેલો ડામર ઊખડી જતા મસ્ત મોટા ખાડાઓ રોડ પર પડી ગયા છે, જેને કારણે હાલમાં રોડની જગ્યાએ ખાડારાજ સર્જાયું હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં છે, જેથી વાહનચાલકો પણ ભારે હાલાકી વેઠી રહ્યા છે.

Most Popular

To Top