SURAT

સરથાણામાં પિતા-પુત્ર બાઈક પર જઈ રહ્યાં હતાં અને એવી ઘટના બની કે આખો પરિવાર…

સુરત(Surat): ક્યારેક કુદરત એવી ક્રુર રમત રમતું હોય છે કે સુખી પરિવારના માળા પળભરમાં વિખરાઈ જતા હોય છે. આવી જ એક ઘટના સુરતના પૂણા ગામના લક્ષ્મણનગર ચોક પાસે આવેલી સાંકેતધામ સોસાયટીમાં રહેતા દેવાણી પરિવાર સાથે બની છે. આ પરિવારના દીકરાએ નજર સામે જ મોભીને ગુમાવ્યા છે.

ઘટનાની વિગત એવી છે કે મૂળ અમરેલીના (Amreli) વતની અને સુરતના પૂણાગામની સાંકેતધામ સોસાયટીમાં રહેતા 50 વર્ષીય મનસુખભાઈ દેવાણીનો 22 વર્ષીય પુત્ર મયંક ઓનલાઈન સર્વિસ (Online Service) કરતો હતો. બાપ-દીકરા ગઈ તા. 15મી જુલાઈના રોજ બાઈક પર જઈ રહ્યાં હતાં. બાઈક પિતા મનસુખભાઈ ચલાવી રહ્યાં હતાં. દરમિયાન સિલ્વરચોકથી કિરણચોક જવાના રસ્તા પર ગુરૂકૃપા મેડિકલ સ્ટોર પાસે બાઈક સ્લીપ થઈ હતી. ફૂલસ્પીડમાં દોડતી બાઈકની બ્રેક પિતાએ અચાનક મારત બાઈક સ્લીપ (Bike Accident) થઈ અને બાપ-દીકરા રસ્તામાં પડી ગયા હતા. આ અકસ્માતમાં પિતાને માથાના ભાગે વાગતા તેઓને બ્રેઈન હેમરેજ થઈ ગયું હતું. તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યો હતો. જ્યાં 1 મહિના કરતા વધુ સમય સુધી સારવાર (Treatment) બાદ પણ મનહર ભાઈની તબિયતમાં ફરક પડ્યો નહોતો. દરમિયાન 22 ઓગસ્ટના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

ખજોદ ચાર રસ્તા પર હીટ એન્ડ રન: વૃદ્ધ સાઈકલ ચાલકનું મોત
સુરતના ખટોદરા પોલીસ મથક વિસ્તારમાં ખજોદ ચાર રસ્તા પાસે હીટ એન્ડ રનની ઘટના બની છે. કોઈ અજાણ્યા વાહનચાલકે 22 ઓગસ્ટની રાત્રિના 8.30 વાગ્યાના અરસામાં પૂરઝડપે ગફલતફરી રીતે પોતાનું વાહન હંકારીને અડફેટે લેતા વૃદ્ધ સાઈકલ સવારનું મોત નિપજ્યું છે. ખટોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મૂળ યુપીના ફૈઝાબાદ જિલ્લાના બલરામપુર નજીક સનેડ્ડી પાંડેચકાપુરી ગામના વતની અને સુરતના સચીન ખાતે કનસાડની આશાપુરી સોસાયટીમાં રહેતા શંભુનાથયાદવે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ આપી છે કે તેમના 62 વર્ષીય મામા રામમનોહર યાદવ પોતાની સાઈકલ લઈને ખજોદ ચાર રસ્તા પાસેથી સચીન હજીરા હાઈવે તરફ જઈ રહ્યાં હતાં ત્યારે તા. 22 ઓગસ્ટના રોજ રાત્રિના 8.30 વાગ્યાના અરસામાં અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી મોત નિપજાવ્યું છે. ખટોદરા પોલીસે આ ગુનામાં અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓની શોધ આદરી છે.

Most Popular

To Top