જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) મંગળવારે વહેલી સવારે ભૂકંપના (Earthquake) જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપ કટરાથી 61 કિમી પૂર્વમાં આવ્યો હતો અને તેની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.9 નોંધવામાં આવી હતી. સવારે 2.20 વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બીજી તરફ અડધી રાતે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા. જો કે કોઈપણ પ્રકારના નુકસાનની માહિતી સામે આવી નથી.
- જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા
- ભૂકંપની તીવ્રતા 3.9 નોંધવામાં આવી
- સવારે 2.20 વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા
- અચનાક ભૂંકપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા
24 કલાકમાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા
તમને જણાવી દઈએ કે 24 કલાકમાં બીજી વખત જમ્મુ કશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભાવાયા હતા. આ પહેલા જમ્મુ-કાશ્મીર સોમવારે સવારે લગભગ 2 વાગ્યે રાજસ્થાનના બિકાનેરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 નોંધવામાં આવી હતી. 20 ઓગસ્ટે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં બપોરે 1:12 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.2ની તીવ્રતા નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર યુપીમાં લખનૌથી 139 કિમી ઉત્તરપૂર્વમાં બહરાઇચની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે.
મહારાષ્ટ્રમાં ત્રણ વખત ભૂકંપ
તમને જણાવી દઈએ કે 17 ઓગસ્ટે મહારાષ્ટ્રના નાસિકમાં ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આફ્ટરશોક્સની તીવ્રતા 3.4, 2.1 અને 1.9 હતી. જો કે તે સમયે કોઈ જાનહાની કે જાનહાનિ થઈ ન હતી. સતત ત્રણ વખત આવેલા ભૂકંપના આંચકાના કારણે લોકો ડરના માર્યા લાંબા સમય સુધી ઘરની બહાર નીકળી ગયા હતા.