Entertainment

મહિમા ચૌધરીનો નવો લૂક જોઈને લોકો ચોંકી ગયા, જાણો કરચલીઓ અને સફેદ વાળનું કારણ શું છે

મુંબઈ: શાહરૂખ ખાન સાથે ‘પરદેસ’માં નિર્દોષ અને સુંદર ‘ગંગા’ની ભૂમિકા ભજવનાર મહિમા ચૌધરીએ એક જ ફિલ્મથી (Film) લોકોના દિલ જીતી લીધા હતા. આ પછી પણ તેણે ઘણા ગ્લેમરસ પાત્રો (Glamorous Characters) ભજવ્યા છે. તે જ સમયે, અચાનક એક તસવીરે (Photo) સોશિયલ મીડિયા (Social Media) પર હંગામો મચાવ્યો છે. આ તસવીરમાં મહિમા ચૌધરી ખૂબ જ વૃદ્ધ દેખાઈ રહી છે. આ તસવીરની વાત કરીએ તો મહિમા ચૌધરી ટૂંક સમયમાં કંગના રનૌતની ફિલ્મ ‘ઇમજન્સી’માં સાંસ્કૃતિક કાર્યકર્તા અને લેખક પુપુલ જયકરની ભૂમિકામાં જોવા મળશે. તેણે ખુલાસો કર્યો કે પુપુલ જયકર ઈન્દિરા ગાંધીના બાળપણના મિત્ર હતા, તેથી તેના દ્રશ્યો એવા છે.

મહિમા આ રોલને લઈને ઉત્સાહિત છે
પુપુલ જયકરનું પાત્ર ભજવતી મહિમાએ કહ્યું, “કંગના સાથે કામ કરવું એ એક અનુભવ છે કારણ કે તે ઘણી બધી વસ્તુઓ આસાનીથી કરી લે છે. તે શ્રીમતી ઈન્દિરા ગાંધીનું આટલું મહત્ત્વનું રાજકીય પાત્ર ભજવી રહી છે. તે પોતે તેનું દિગ્દર્શન કરી રહી છે અને નિર્માણ કરી રહી છે. વઘારામાં મહિમાએ જણાવ્યું કે કંગના જે રીતે કામ કરે છે તે જોઈને મને ઘણી શક્તિ મળે છે.”

કંગના ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવશે
મળતી માહિતી મુજબ ફિલ્મમાં કંગના રનૌત પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે અને અભિનેતા અનુપમ ખેર ક્રાંતિકારી નેતા જેપી નારાયણની ભૂમિકામાં જોવા મળશે. શ્રેયસ તલપડે દિવંગત રાજકારણી અટલ બિહારી વાજપેયીની ભૂમિકા ભજવશે, જેમણે દેશના વડાપ્રધાન તરીકે ત્રણ વખત સેવા આપી છે. મણિકર્ણિકા ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત, ‘ઇમર્જન્સી’ કંગના રનૌત દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મ રેણુ પિટ્ટી અને કંગના રનૌત દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ફિલ્મની પટકથા અને સંવાદ રિતેશ શાહના છે.

Most Popular

To Top