Gujarat

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ G3Qના છઠ્ઠા સપ્તાહે વધુ 1.14 લાખ લોકોએ ભાગ લીધો

ગાંધીનગર : દેશની (World) સૌથી મોટી ક્વિઝ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) માટે છેલ્લા ૬ અઠવાડિયામાં કુલ ૨૩.૭૧ લાખ જેટલા રજિસ્ટ્રેશન (Registration) નોંધાયા અને ૧૫ લાખ લોકોએ ક્વિઝમાં ભાગ લીધો છે.

રાજયના શિક્ષણપ્રધાન જીતુ વાધાણીએ જણાવ્યું હતું કે, રાજયમાં ૭ જુલાઈએ જેનો શુભારંભ થયેલી દેશની સૌથી મોટી ક્વિઝ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q)ને માત્ર ૬ અઠવાડિયામાં જ ૨૩.૭૧ લાખ જેટલા રજિસ્ટ્રેશન નોંધાયા અને ૧૫ લાખ લોકોએ ક્વિઝમાં ભાલ લીધો હતો. સતત ૯ અઠવાડિયા સુધી તાલુકા અને વોર્ડ કક્ષાએ ચાલનાર આ ક્વિઝ અભિયાનમાં પ્રથમ અઠવાડિયામાં ૪ લાખથી વધુ, બીજા અઠવાડિયામાં ૩.૬૩ લાખથી વધુ, ત્રીજા અઠવાડિયામાં ૨.૬૫ લાખથી વધુ, ચોથા અઠવાડિયામાં ૦૨ લાખ થી વધુ અને પાંચમાં અઠવાડિયામાં ૧.૫૦ લાખ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. છઠ્ઠા અઠવાડિયામાં ૧.૧૪ લાખ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે. જે એક રેકોર્ડ છે. જેમાં શાળા કક્ષાના ૬૩,૦૦૬ કોલેજ કક્ષાના ૩૩,૫૧૬ વિદ્યાર્થીઓએ અને અન્ય ૧૭,૭૧૦ પ્રજાજનોએ ક્વિઝમાં ભાગ લીધો હતો.

આ ક્વિઝ દર અઠવાડિયે રવિવાર થી શુક્રવાર દરમિયાન રમાશે અને દર શનિવારે વિજેતા જાહેર થાય છે. હાલના છઠ્ઠા સપ્તાહમાં જે ક્વિઝ રમાઈ તેમાં શાળા કક્ષાએ ૩,૫૬૨ અને કોલેજ કક્ષાએ ૩,૩૨૨ વિદ્યાર્થીઓ અને અન્ય કેટેગરી કક્ષાના ૪,૭૧૩ એમ કુલ ૧૧,૫૯૭ વિજેતાઓ આજે જાહેર થયા છે.


Most Popular

To Top