Trending

રાધાકૃષ્ણને 100 કરોડનો શણગાર: આ મંદિરમાં જન્માષ્ટમીની થશે ભવ્ય ઉજવણી

ગ્વાલિયર: શ્રી કૃષ્ણ જન્માષ્ટમી(Janmashtami)ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે જન્માષ્ટમી 19મી ઓગસ્ટે ધૂર્વ યોગમાં ઉજવાશે. ત્યારે ગ્વાલિયર(Gwalior)ના 101 વર્ષ જૂના ગોપાલ મંદિર(Gopal Temple)માં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જન્માષ્ટમીના દિવસે રાધા-કૃષ્ણ(Radha – Krishna)ને હીરા-રત્નોથી જડેલા 100 કરોડના ઝવેરાતથી વિશેષ શણગાર કરવામાં આવશે. સાથે જ જ્વેલરીની સુરક્ષા માટે 150થી વધુ જવાનોને સુરક્ષામાં તૈનાત કરવામાં આવશે. આ સાથે સીસીટીવી(CCTV) કેમેરા દ્વારા દરેક પગલા પર નજર રાખવામાં આવશે. 101 વર્ષ જૂનું ગોપાલ મંદિર દેશભરમાં પ્રખ્યાત છે. ગોપાલ મંદિરને ભક્તોની આસ્થાનું મોટું કેન્દ્ર માનવામાં આવે છે, સિંધિયા વંશ દ્વારા બનાવવામાં આવેલા આ મંદિરમાં ભગવાન રાધા કૃષ્ણની અદભૂત પ્રતિમાઓ છે. જો કે, આ મંદિરમાં આખા વર્ષ દરમિયાન ભક્તોનો ધસારો રહે છે. પરંતુ જન્માષ્ટમીના તહેવાર માટે શ્રદ્ધાળુઓ આખું વર્ષ રાહ જોતા હોય છે. જન્માષ્ટમીના દિવસે ભગવાન રાધા-કૃષ્ણને 100 કરોડ રૂપિયાથી વધુના આભૂષણોથી શણગારવામાં આવે છે.

ઝવેરાત આખા વર્ષ દરમિયાન બેંકના લોકરમાં રહે છે
વાસ્તવમાં ભગવાનને જે આભૂષણોથી શણગારવામાં આવે છે તે રજવાડાના ઝવેરાત છે. આ જ્વેલરીમાં જે હીરા અને રત્નો જડેલા છે, તે એન્ટીક હોવાને કારણે તેની કિંમત 100 કરોડથી વધુ છે. હીરા, મોતી, નીલમણિ જેવા અમૂલ્ય રત્નોથી સુશોભિત ભગવાનના મુગટ અને અન્ય આભૂષણો છે. અમૂલ્ય આભૂષણો આખા વર્ષ દરમિયાન બેંકના લોકરમાં રહે છે.જનમાષ્ટમીના દિવસે 24 કલાક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આ ઘરેણાં મંદિરમાં લાવવામાં આવે છે. જન્માષ્ટમી પર રાધા અને કૃષ્ણને આ આભૂષણો પહેરીને શણગારવામાં આવે છે. આ જ્વેલરી 24 કલાક પહેરીને તેઓ ભક્તોને દર્શન આપે છે. ભગવાન રાધા કૃષ્ણની મહાઆરતી મહાનગરપાલિકાના મેયર દ્વારા અલંકારોથી શણગાર્યા બાદ બરાબર 12 વાગ્યે કરવામાં આવે છે.

1921માં બનાવવામાં આવ્યું હતું મંદિર
ગોપાલ મંદિરની સ્થાપના 1921માં સિંધિયા વંશના ગ્વાલિયર રજવાડાના તત્કાલીન શાસક માધવરાવ I દ્વારા કરવામાં આવી હતી. સિંધિયા રાજાઓએ ભગવાન રાધા-કૃષ્ણની પૂજા માટે ચાંદીના વાસણો બનાવ્યા હતા. આ સાથે ભગવાનની શોભા માટે રતનથી જડેલા સોનાના આભૂષણો બનાવવામાં આવ્યા હતા. આમાં રાધા કૃષ્ણ માટે 55 પાનાનો હાર અને સાત તાર, સોનાની વાંસળી, સોનાની વીંટી, સાંકળ અને પૂજા માટે ચાંદીના વાસણોનો સમાવેશ થાય છે.

રાધાકૃષ્ણ આ દાગીના પહેરે છે

  • હીરા જડેલા સોનાનો તાજ
  • નીલમણિ અને સોનાનો સાત દોરાનો હાર
  • 249 શુદ્ધ મોતીની માળા
  • હીરા જડેલી બંગડી
  • હીરા અને સોનાની વાંસળી
  • વિશાળ ચાંદીના છત્ર
  • 50 કિલો ચાંદીના વાસણો
  • ભગવાન કૃષ્ણ અને રાધાની કાનની બુટ્ટી
  • સોનાની વીંટી, બંગડીઓ, બ્રેસલેટનો સમાવેશ થાય છે.

રજવાડાના કાળમાં રાધા-કૃષ્ણ હંમેશા આભૂષણોથી શોભતા હતા
રજવાડાના સમયમાં ભગવાન રાધાકૃષ્ણ હંમેશા આ આભૂષણોથી શોભતા હતા. આઝાદી પછી, જ્યારે 1956માં એમપીની રચના થઈ ત્યારે ભગવાનની એન્ટિક જ્વેલરી બેંકના લોકરમાં રાખવામાં આવી હતી. આ ઘરેણાં પચાસ વર્ષ સુધી બેંકના લોકરમાં સુરક્ષિત રખાયા હતા, વર્ષ 2007માં તત્કાલિન મેયરે સરકાર સાથે વાત કરી હતી અને માંગણી કરી હતી કે વર્ષમાં એક દિવસ જન્માષ્ટમીના દિવસે આ ઘરેણાં ભગવાનને શણગારવા જોઈએ. સરકારની સંમતિ બાદ દર વર્ષે જન્માષ્ટમીના દિવસે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બેંકમાંથી આ આભૂષણો બહાર કાઢવામાં આવે છે અને આ ઘરેણાં પહેરીને ભગવાન રાધા કૃષ્ણ 24 કલાક દર્શન આપે છે. રાધા-કૃષ્ણ 24 કલાક આ આભૂષણોથી શણગારવામાં આવે છે. આ સ્વરૂપના દર્શન માટે ભક્તો આખું વર્ષ રાહ જોતા હોય છે. આ કારણે જ ભક્તો દર્શન કરવા ઉમટી પડે છે. ભક્તોનું માનવું છે કે 100 કરોડના આભૂષણોથી સજ્જ રાધા-કૃષ્ણના દર્શન માટે વર્ષભરની રાહ જોવાય છે.

અહીં દરેક મનોકામના પૂર્ણ થાય છે
એવું માનવામાં આવે છે કે અહીં કરવામાં આવેલી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. ભક્તોનું કહેવું છે કે જન્માષ્ટમીના દિવસે ગોપાલ મંદિર મથુરા જેવું લાગે છે. ગોપાલજી અને રાધાજીને કરોડોના આભૂષણોથી શણગારવામાં આવ્યા છે, ત્યાં મોટી સંખ્યામાં ભક્તો છે. આ જ કારણ છે કે મંદિર અને ભક્તોની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. મંદિરના આભૂષણો અને ભક્તોની સુરક્ષા માટે દોઢસોથી વધુ સુરક્ષા જવાનો તૈનાત છે. તેમજ સીસીટીવી કેમેરાની મદદથી મંદિર અને આસપાસના પરિસર પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવે છે.

Most Popular

To Top