મુંબઈ: વર્ષ 2022માં બોલિવૂડમાં (Bollywood) ઘણી ફિલ્મો (Film) રિલીઝ થઈ છે. જોકે ‘ભૂલ ભુલૈયા 2’, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ અને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ સિવાય હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવી બીજી કોઈ ફિલ્મ નથી કે જે બોક્સ ઓફિસ (Box Office) પર હિટ સાબિત થઈ હોય. આ હકીકત હોવા છતાં, બોલિવૂડ સ્ટાર્સ (Bollywood Stars) સતત તેમની ફિલ્મો રિલીઝ કરી રહ્યા છે. આ સાથે તેઓ પોતાની ફીમાં પણ વધારો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં મંગળવારે બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા સૈયદ ઝફર ઇસ્લામે બોલિવૂડ સ્ટાર્સ પર કટાક્ષ કર્યો હતો.
બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા સૈયદ ઝફર ઈસ્લામે પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, બોલિવૂડ સ્ટાર ફ્લોપ ફિલ્મો આપીને પણ વાસ્તવિકતા સમજી શકતા નથી. જો સ્ટાર્સ વાજબી ફી વસૂલવાનું શરૂ કરે તો નિર્માતા રાષ્ટ્રીય હિત માટે સારા સિનેમા પર ધ્યાન આપી શકે છે. OTT પ્લેટફોર્મનો લોકો હાલ વઘુ ઉપયોગ કરતા થયા છે. આ સાથે સૈયદ ઝફર ઈસ્લામે પોતાની પોસ્ટમાં અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને સલમાન ખાનને પણ ટેગ કર્યા છે. જણાવી દઈએ કે અક્ષય કુમારે આ વર્ષે ત્રણ ફ્લોપ ફિલ્મો આપી છે – ‘રક્ષા બંધન’, ‘બચ્ચન પાંડે’ અને ‘સમ્રાટ પૃથ્વીરાજ’. તે જ સમયે, શાહરૂખ ખાન અને સલમાન ખાનની છેલ્લી ફિલ્મ – ઝીરો અને ફાઈનલ પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ છે.
રક્ષાબંઘનની વાત કરીએ તો આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રિલિઝ થઈ હતી. આ જ દિવસે આમીરખાનની લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મ પણ રિલિઝ થઈ હતી. આ બંને ફિલ્મ રિલિઝ થવા પહેલા તેને બોયોકેટ કરવાની માગણી લોકો દ્વારા કરવામાં આવી હતી. જો કે મળતી માહિતી મુજબ બંને ફિલ્મે બોકસ ઓફિસ પર કંઈ ખાસ કમાણી કરી નથી. આ ઉપરાંત શાહરૂખખાન પણ તેની છેલ્લી ફિલ્મ ઝીરો પછી જોવા મળ્યો નથી. શાહરૂખખાનની ઝીરો મૂવિને પણ દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો ન હતો.