SURAT

મહિધરપુરામાં બે માળનું જર્જરિત મકાન ધરાશાયી, છ વાહનોનો કચ્ચરઘાણ

સુરત : શહેરમાં શુક્રવારની રાત્રે (Friday night) ભારે વરસાદના (Heavy rain) પગલે મહિધરપુરા (Mahidharpura) વિસ્તારમાં બે માળનું (Two floors) જર્જરિત મકાન (Building)ધરાશાયી થઇ જતાં ભાગદોડ મચી ગઈ હતી. એટલું જ નહીં મકાનના કાટમાળ નીચે રિક્ષા, ટેમ્પો અને એક્ટિવા સહિતના વાહનો દબાય ગયા હતા.

ફાયર વિબાગે તાબડતોડ રેસ્ક્યુ શરુ કર્યું હતું
ઘટના અંગે જાણ કરવામાં આવતા જુદા જુદા ફાયર સ્ટેશનથી લાશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આ બનવમાં કુલ છ વાહનોનો ખુરદો બોલી ગયો હતો. પરંતુ સદનસીબે કોઈ ઇજા જાનહાની નોંધાઇ નથી. ફાયર વિભાગના કંટ્રોલ રૂમમાં રાત્રે મહીધરપુરા તૈયબી મહોલ્લામાં આવેલું બે માળનું મકાન ધરાશાયી થઇ ગયાનો કોલ મળ્યો હતો. ઘટના અંગે જાણ કરવામાં આવતા મુગલીસરા અને ઘાંચી શેરી ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બીજી બાજુ ઘટના બાદ ભારે ભાગદોડ મચી ગઈ હતી.

અનેક વાહનો દબાઈ જતા ભારે નુકશાન થયું
સ્થળ ઉપર પહોંચેલા ફાયર બ્રિગેડના કર્મચારીઓએ તાત્કાલિક સ્થિતિને નિયંત્રણમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. જાણવા મળતી માહિતી મુજબ દુર્ઘટનાગ્રસ્ત બે માળનું આ મકાન જર્જરિત હોવાના લીધે ઘણા સમયથી બંધ હાલતમાં પડેલું હતું. જોકે મકાનની નીચે પાર્ક કરેલા ચાર એક્ટિવા, એક રિક્ષા અને ટેમ્પો દબાઈ જવાના કારણે તમામ વાહનોને ભારે નુકસાન થયું હતું. લાશ્કરોએ ઘટના સ્થળે પહોંચીને દુર્ઘટનાગ્રસ્ત મકાનની બાજુમાં આવેલા અન્ય એક મકાનમાં રહેતા પરિવારને સહી સલામત બહાર ખસેડ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ
રાત્રે ઘટનાને પગેલે લોકોની ઓછી અવર જવર હતી
ઘટના રાત્રે બની હતી જે સમયે અવર-જવર ઓછી હોય છે. જોકે આ જ દુર્ઘટના દિવસ દરમિયાન બની હોત તો મોટી દુર્ઘટના સર્જાશે. કારણ કે આ વિસ્તારમાંથી લોકોની અવર-જવર વધારે હોય છે. વાહનોને જ નુકસાન પહોંચ્યું છે, સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે ભારે વરસાદ અને પવન પણ ફૂંકાઈ રહ્યો હતો, તે દરમિયાન આ ઘટના બની હતી. જર્જરિત બે માળનું મકાન ધરાશાયી થતા છ વાહનોનો ખુરદો

Most Popular

To Top