SURAT

ઉકાઈ ડેમની સપાટી 335.51 ફુટ, હજી 1.84 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે

સુરત: ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં વરસાદ ઓછો થતા હથનુર ડેમમાંથી (Hathnur Dam) પણ પાણીનો ડિસ્ચાર્જ ઓછો (Low Discharge) કરી દેવાયો છે. ઉકાઈ ડેમમાં પણ ઇનફ્લો 1.36 લાખ ક્યુસેક છે. પરંતુ તેની સામે હજી આઉટફ્લો (outflow) 1.84 લાખ ક્યુસેક પાણી છે.છેલ્લા બે દિવસથી તંત્ર દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે.ઉકાઈ ડેમના કેચમેન્ટમાં પણ ભારે વરસાદના (Heavy Rain) પગલે ડેમમાં કુલ 1.36 લાખ પાણીની આવક થઈ રહી છે.

રેઈન ગેજ સ્ટેશને વરસાદનો વિરામ નોંધાયો હતો
મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં વરસાદનો જોર ઘટતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં પણ ઘટાળો થયો છે.ઉકાઈ ડેમની સપાટી શનિવારે સાંજે 335.51 ફુટ હતી. ઇનફ્લો 136397 ક્યુકેસ હતો અને આઉટફ્લો 184072 ક્યુસેક છે. હથનુર ડેમની સપાટી 209.53 મીટર નોંધાઈ છે. હથનુર ડેમમાંથી 45786 ક્યુકેસ પાણી છોડાયું છે. જ્યારે પ્રકાશા ડેમની સપાટી 107.50 મીટર છે. તેમાંથી 139353 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં આવેલા ગોપાલખેડા અને સાગબારામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાયના રેઈન ગેજ સ્ટેશને વરસાદનો વિરામ નોંધાયો હતો. ઉકાઈ ડેમનું રૂલ લેવલ 335 ફુટ છે અને ડેમની સપાટી હાલ 335.51 ફુટે પહોંચતા રૂલ લેવલ જાળવી રાખવા સુધી પાણી છોડાશે.

શહેરમાં બે દિવસથી રહી રહીને વરસાદી ઝાપટા આવી રહ્યા છે
સુરત શહેર અને જિલ્લામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. શહેરમાં બે દિવસથી રહી રહીને વરસાદી ઝાપટા આવી રહ્યા છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 27 એમએમ, ચોર્યાસી તાલુકામાં 18 એમએમ, બારડોલી તાલુકામાં 3 એમએમ, મહુવા તાલુકામાં 3 એમએમ,માંગરોળ તાલુકામાં 3 એમએમ, માંડવીમાં 11 એમએમ અને સુરત સિટીમાં 8 એમએમ વરસાદ નોંધાયો છે.
હથનુર ડેમમાંથી પાણીની આવક યથાવત
ઉકાઈ ડેમ તંત્ર પાસેથી મળતી વિગતો મુજબ હથનુર ડેમમાંથી પાણીનો જથ્થો છોડવાનો યથાવત રાખવામાં આવ્યું છે. આજે પણ 83 000 ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાં હથનુરમાથી આવી રહ્યું છે. ઉકાઈ ડેમના કેચમેન્ટમાં પણ ભારે વરસાદના પગલે ડેમમાં કુલ 1.36 લાખ પાણીની આવક થઈ રહી છે.
તાપી નદી બે કાંઠે
ઉકાઈ ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહી રહી છે. સુરતમાં સીંગણપુર કોઝવે ની સપાટી 9.25 મીટર નોંધાય છે. જેથી સુરતમાં કોઝવે પરથી 2.25 લાખ ક્યુસેક પાણી કોઝવે પરથી પસાર થઈ રહ્યો છે. જેના કારણે તાપી નદીનો નજારો નયન રમ્ય સર્જાયો છે.

Most Popular

To Top