15 મી ઓગસ્ટે ઘર ઘર ધ્વજ ત્રિરંગો ફરકાવવાની સાથે પ્રતિજ્ઞા લઈએ, સ્વચ્છતા આપણો જન્મસિદ્ધ હક છે, જે રીતે બાળ ગંગાધર તિલકે સ્વરાજ્ય મારો જન્મ સિદ્ધ હક છે ની પ્રતિજ્ઞા લઈ દેશની આઝાદી માટે સિંહ ફાળો આપ્યો હતો. આપણે ભારત અને વિશ્વને રોગમુક્ત વિશ્વ બનાવીએ. ભારત દેશ અને ગુજરાતના બધા શહેર અને સુરતમા કોરોના અને રોગચાળો વધવાનું કારણ લોકો સમજતા જ નથી. માસ્ક પહેરીને બહાર જતા નથી. માસ્ક બરાબર પહેરતાં નથી. નાકની નીચેથી પહેરે છે. ગુટકા,તમાકુ ખાઈ રોડ ઉપર ફૂટપાથ ઉપર થૂંકે છે, સિગારેટ જાહેરમાં પીને કોરોનાવાળો ધુમાડો બહાર ફેલાવે છે, ડિસ્ટંટ દુરી જાળવતા નથી,જ્યાં ત્યાં કચરો નાખે છે સોસાયટીના બારી ગેલેરીમાંથી દુકાન કે ઘરના છાપરા ઉપર કચરો ફૂડ પેકેટ કચરાની થેલી નાખી મેલેરિયા મચ્છર ફેલાવે છે અને રસ્તા ઉપર ગાય બળદ બેંકમાંથી ઢોર ઉપર લોન લઈ રઝળતાં મૂકી દેતાં હોય છે.
દરેક સોસાયટીના ગટરમાં ઉંદર ચિચુંદરી ગણી છે પ્લેગ ફાટી નીકળશે. લોકો ગાયને ખવડાવે છે. વધેલું ખાવાનું રસ્તા ઉપર નાખે છે. ફૂગવાળા ખોરાકને લીધે નિર્દોષ ગાય ઢોર લમ્પી વાઇરસ રોગના શિકાર બને છે માટે સરકારે જનતાએ ગૌ શાળા બનાવવી જોઈએ, ગંદકીને લીધે માનવ જાતિના રોગ માટે મેલેરિયા ડેન્ગ્યુના મચ્છર વધે છે માટે માંદગી વધે છે. રોગચાળો ઘટવાના બદલે વધે છે. નહીં સમજતાં લોકોને સમજાવવાની અને કડક પગલાં લેવા વિનંતી છે. તમારા ગ્રુપ અને વોટસ એપ સભ્યોને મોકલી સમગ્ર વિશ્વમાં સંદેશ મોકલો, રોગમુક્ત વિશ્વ બનાવવા માટે ફૂલ નહિ તો ફૂલની પાંખડી તરીકે ફાળો આપી આપણે બધા આરોગ્યયોદ્ધા બનીએ. ગંદકી રોગોની જનેતા છે. સમાજને સમજાવીએ.
સુરત – હરિન પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.