વડોદરા: વર્ષાઋતુના આરંભે જ વરસાદે મેઘ મહેર કરી હતી. અને ત્યાર બાદ શ્રાવણ માસના સવારિયાની કહેવત જાણે કે વરસાદે ખોટી પાડવા નક્કી કર્યું હોય એમ જીલ્લામાં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં વડોદરા ખાતે અડધો ઇંચ જેટલો વરસાદ અને વાઘોડિયા તાલુકામાં જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ ૩૦ મીમી નોધાયો હતો. આ સાથે વડોદરામાં મોસમનો કુલ વરસાદ ૭૮.૨૫ ટકા નોધાયો છે. જયારે મોસમનો સૌથી ઓછો વરસાદ સાવલી ખાતે ૩૪૩ મીમી નોધાયો છે. ઉપરવાસમાં ફરી એકવાર વરસાદ વરસતા આજવાની સપાટી ૨૧૧.૧૦ ફૂટ થતા ૧૨૫૨ કયુસેક પાણી તમામ ૬૨ દરવાજા ખુલી જતા વહી જવાથી વિશ્વામિત્રી ૮ ફૂટે પહોચી હતી.
જીલ્લા નિયત્રણ કક્ષ દ્વારા જણાવેલી વિગત એવી છે કે જુલાઈ માસના પ્રારંભિક દિવસો બાદ શરુ થયેલો વરસાદ મેઘ મહેર અંતિમ દિવસોમાં રોકી હતી. ત્યાર બાદ શ્રાવણ માસના સરવરિયાની કહેવત જાણે કે ખોટી પડતા પુન: વરસાદ શરૂ થયો હત. જેથી વડોદરામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ મીમી સાથે મોસમનો કુલ વરસાદ ૭૧.૫૧ ટકા થયો હતો.
ઉપરવાસમાં ફરી એક વખત ભારે વરસાદે વરસ્યો હતો. જેના પગલે આજવા સરોવરની સપાટી ૨૧૧ ફૂટથી ફરી એકવાર વધતા તમામ ૬૨ દરવાજા આપોઆપ ખુલી ગયા હતા આજવા સરોવરની સપાટી ૧૫ મીમી ઓગસ્ટ સુધી ૨૧૧ ફૂટ જાળવવાની નીતિ નક્કી કરી હોવાથી વધારાનું ૦.૫ ફૂટ પાણી વહી જતા આજવામાંથી છોડાયેલું પાણી વિશ્વામિત્રી નદીમાં ૧૨૫૨ કયુસેક પાણી આવતા વિશ્વામિત્રી નદી ફરી એકવાર બે કાંઠે થઇ ૮ ફૂટે પહોચી હતી.