નવી દિલ્હી: જાણીતા લેખક સલમાન રશ્દી પર શુક્રવારે (Friday) હુમલો (Attack) કરવામાં આવ્યો જ્યારે તેઓ પશ્ચિમી ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં લેક્ચર (Lecture) આપવાના હતા. રિપોર્ટ અનુસાર એક વ્યક્તિ ઝડપથી તેમની તરફ ગયો અને તીક્ષ્ણ ચાકુથી (Knife) તેમના પર હુમલો કર્યો. ત્યારે રશ્દી સ્ટેજ પર ઢળી પડ્યા હતા. હકીકતમાં, તેમના લખાણોને કારણે, તેમને 1980ના દાયકામાં ઈરાન તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ (Threat) મળી હતી.
અહેવાલો અનુસાર, શુક્રવારે રશ્દી જ્યારે પ્રવચન આપવાના હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. રશ્દી ભારતીય મૂળના અંગ્રેજી લેખક છે. જણાવી દઈએ કે ‘ધ સેટેનિક વર્સીસ’ પુસ્તક લખવા બદલ સલમાન રશ્દીને ઈરાન દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ ધમકી મળ્યાના 33 વર્ષ બાદ શુક્રવારે રશ્દીને ન્યૂયોર્કમાં એક મંચ પર ચાકુ મારવામાં આવ્યું હતું. આ પુસ્તકને લઈને મુસ્લિમ સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, એક ધાર્મિક નેતાએ તેમના મૃત્યુ પર ફતવો પણ બહાર પાડ્યો હતો. આ ઘટનાના માત્ર એક વર્ષ પછી ઈરાનના દિવંગત નેતા આયાતુલ્લા રૂહોલ્લાહ ખોમેનીએ એક ફતવો બહાર પાડ્યો હતો જેમાં રશ્દીના મૃત્યુની હાકલ કરવામાં આવી. એટલું જ નહીં ફતવામાં રશ્દીની હત્યા કરનાર વ્યક્તિને 3 મિલિયન ડોલરથી વધુનું ઈનામ આપવાની વાત પણ કરવામાં આવી છે.
રશ્દીનો જન્મ 19 જૂન 1947ના રોજ મુંબઈમાં એક કાશ્મીરી મુસ્લિમ પરિવારમાં થયો હતો. ધ સેટેનિક વર્સીસ અને મિડનાઈટ ચિલ્ડ્રન જેવા પુસ્તકો લખીને ચર્ચામાં આવેલા રશ્દીને બુકર પ્રાઈઝ પણ એનાયત કરવામાં આવ્યો છે. તેઓ તેમની બીજી નવલકથા, મિડનાઈટ ચિલ્ડ્રન, જે 1981 માં બુકર પુરસ્કાર જીત્યા હતા, સાથે પ્રસિદ્ધિ પામ્યા હતા. તેમની મોટાભાગની પ્રારંભિક નવલકથાઓ ભારતીય ઉપખંડ પર આધારિત છે. જણાવી દઈએ કે સેટેનિક વર્સેસ માટે તેને ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતુલ્લા રૂહોલ્લાહ ખોમેનીના ફતવાનો સામનો કરવો પડ્યો હતો.
સેટેનિક વર્સીસના પ્રકાશન પછી તેઓનો મુસ્લિમ સમાજ તરફથી આ નવલકથાનો ઘણો વિરોધ થયો હતો. જણાવી દઈએ કે ભારતીય મૂળના બ્રિટિશ અમેરિકન લેખક સલમાન રશ્દી છેલ્લા 20 વર્ષથી અમેરિકામાં રહે છે.