હમણાં એક શેરબ્રોકરે આપઘાત કર્યો અને એ આપઘાતનું કારણ વ્યાજખોરો ગણાવાયા. દેખીતી રીતે જોતાં આમાં નાણાં ધીરનારને જ અપરાધી ઠરાવવામાં આવે છે, પણ વ્યાજે નાણાં લેનારને કેમ જવાબદાર ઠેરવાતાં નથી? પેલા નાણાં ધીરનારે સામે ચાલીને તો નાણાં ન જ આપ્યા હશે ને! વધારે રૂપિયા ભેગા કરવાની લાલચમાં કોઇ માણસ રૂપિયાનો ઉથલો કરે ને નાણાં ધીરનાર પાસે નાણાં ઉપાડે. નાણાં ઉપાડતી વેળા ખબર જ હોય કે આ નાણાંનું કેટલું વ્યાજ ચુકવવું પડશે. પોતે સમયે નાણાં ચૂકવે નહીં એટલે નાણાં ધીરનાર દબાણ કરે.
આ દબાણ સતત વધતું જાય જયારે પેલાથી નાણાં જ ન ચુકવાય. આમાં વ્યાજની રકમ પણ વધતી જાય. આ આખો વ્યવહાર ખાનગીમાં જ થયો હોય. બેન્ક કાંઇ કોઇ પણ સંજોગોમાં નાણાં ન જ ધીરે. નાણાં ધીરધારનો વહેવાર ગેરકાયદેસર જ રહેવાનો અને એટલે જ રૂપિયા કઢાવવા તેઓ દબાણ વધારતા હોય છે. આમાં નાણાં ધીરનારને ‘વ્યાજખોરો ત્રાસ કે આતંક’ કહી વગોવવા યોગ્ય છે ખરા? પોતે નાણાં ઉપાડે ત્યારે સટ્ટાખોર મિજાજથી ઉપાડે. કોઇ લાંબી સ્પષ્ટ યોજના વિના ઉપાડે ને પછી ફસાઈ જાય તો આપઘાત કરવો પડે. શું આપણે નાણાં ધીરનારનો જ વાંક કાઢીશું?
સુરત – મહેુલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે