દેશમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે, જેની પાછળ ટેક્ષનો અતિરેક જવાબદાર છે. સરકારી ખર્ચાઓ બેફામ વધી રહ્યા છે, જેને પહોંચી વળવા સરકાર લોકો પર અધધ ટેક્ષ ઝીંકે છે, જેના કારણે કૃત્રિમ મોંઘવારીએ માથું ઊંચકયું છે. સંસદમાં ધમાલ મચાવી નેતાઓ જંગી નાણાં બરબાદ કરે છે. નેતાઓ ડબલ પેન્શન અને જંગી પગારો લઇ આર્થિક ભારણ ઊભા કરે છે. સરકાર કરકસર કરી કરવેરા ઘટાડવાના બદલે ટેક્ષના નાણાંનો નેતાઓ પાછળ દુર્વ્યય કરે છે. સરકારે વન મેન વન પેન્શન નિયમ લાગુ કરી નેતાઓને બબ્બે પેન્શન લેતા અટકાવવા જોઇએ. હવે કરકસર માટે સરકાર એકશન પ્લાન તૈયાર કરે તે જરૂરી છે. જેથી ટેક્ષનું ભારણ ઓછું થાય.
વલ્લભ વિદ્યાનગર – જગદીશ ડી. ઉપાધ્યાય- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
સરકાર બેફામ ખર્ચ કરે ને મોંઘવારી ભોગવવાની લોકોને
By
Posted on