વડોદરા: વડોદરા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા વડોદરા પોર પાસે આવેલા ઈટોલા ગામની કંપનીમાંથી એક અઢી ફૂટનો મગર રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડન્ટ અરવિંદભાઈ પવાર પર વડોદરા પોર પાસે આવેલા ઇટોલા ફાટક પાસે આવેલી એન.પી.ડી.બી રાષ્ટ્રીય ડેરી માંથી ફોન આવ્યો હતો કે અમારી કંપનીમાં એક મગર આઇ ગયો છે.
આ ફોન આવતાની સાથે જ સંસ્થાના કાર્યકર યુવરાજસિંહ રાજપુત અને પ્રવીણભાઇ પરમાર અને વડોદરા વન વિભાગના અધિકારી શૈલેષ ભાઇ રાવળને લઈને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જોતા એક અઢી ફુટનો મગર કંપનીના કમ્પાઉન્ડમાં જોવાં મળ્યો હતો.આ મગરને અડથો કલાકની ભારે જેહમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના સંચાલક અરવિંદ પવાર દ્વારા લોકોને રહેણાક વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારમાં કોઇ પણ વન્ય જીવ કે પ્રાણી દેખાય તો અમારા સંસ્થા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પ લાઇન નંબર પર ફોન કરવા અપીલ પણ કરાઈ હતી.
ઈટોલા ગામની કંપનીમાંથી અઢી ફૂટનો મગર રેસ્ક્યુ કરવામાં આવ્યો
By
Posted on