પટના: બિહારની રાજધાની પટના(Patna) નજીક ગંગા નદી(Ganga River)માં એક મોટી હોડી(Boat)માં ભોજન(Food) બનાવતી(Cook) વખતે સિલિન્ડર બ્લાસ્ટ(Cylinder blast) થતા ચાર મજૂરોનાં મોત નીપજ્યા હતા. આ બોટનો ઉપયોગ ગેરકાયદે રેતી ખનન(Illegal sand mining) માટે થતો હતો. બોટમાં લગભગ 20 લોકો સવાર હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. અકસ્માતમાં દાઝી જતા મૃત્યુ પામેલા કામદારોના મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ બની હતી જોકે, સ્થળ પર હાજર અન્ય બોટમાં તૈનાત મજૂરોની મદદથી મૃતકોની ઓળખ કરવામાં આવી છે. મૃતકોમાંથી એક ઝારખંડનો છે જ્યારે બાકીના સ્થાનિક રહેવાસી છે. અકસ્માતમાં અન્ય ઘણા મજૂરો ઘાયલ થયા હોવાની પણ આશંકા છે.
ગંભીર રીતે દાઝી જતા 4 મજુરોના મોત
તમને જણાવી દઈએ કે ગેરકાયદે રેતી ખનન કરતી મોટી બોટો પર મજૂરો માટે રહેવા અને ખાવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કામદારો ગેસ સ્ટોવનો ઉપયોગ કરીને બોટ પર ખોરાક રાંધે છે અને ખાય છે. શનિવારે આવી જ એક બોટમાં ખોરાક બનાવતી વખતે આગ લાગી હતી. ત્યારબાદ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં બોટ પર સવાર મજૂરો જીવતા દાઝી ગયા હતા. જે પૈકી 4 મજુરોના મોત થયા છે.
બોટમાં ભોજન બનાવતી વખતે થયો અકસ્માત
ઘટના બાદ નદી કિનારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગેરકાયદે રેતી ખનન કરતી અન્ય બોટમાં સવાર મજૂરો પણ સ્તબ્ધ થઇ ગયા હતા. માહિતી મળતા માનેર પોલીસ મૃતદેહને બહાર કાઢવામાં વ્યસ્ત હતી. ઘટનાની જાણ થતા જ ગામ અને આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તે જ ગ્રામજનોના જણાવ્યા અનુસાર, બોટમાં ભોજન રાંધતી વખતે રસોડાના સિલિન્ડરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં સિલિન્ડર ફાટ્યો.
ખુલ્લેઆમ ચાલે છે ગેરકાયદેસર રેતી ખનન
ગેરકાયદેસર રેતી ખનનમાં રોકાયેલા મજૂરો વારંવાર જીવ ગુમાવે છે. ક્યારેક બોટ અથડાયા પછી, ક્યારેક ડૂબીને. ઘણી વખત રેતીના વેપારીઓ પ્રશાસનને જાણ પણ નથી કરતા. આ વેપારીઓ મજૂરોના સંબંધીઓને પૈસા આપીને મામલો છુપાવે છે. જ્યાં આ દુર્ઘટના સોન નદીમાં બની હતી. જે થોડે દૂર ગંગા નદીને મળે છે.