સામગ્રી
કેક માટે
1 1/4 કપ મેંદો
2 ટેબલસ્પૂન કોર્ન સ્ટાર્ચ
1 ટીસ્પૂન બેકિંગ પાઉડર
1/4 ટીસ્પૂન બેકિંગ સોડા
3/4 ટીસ્પૂન એલચી પાઉડર
1/4 ટીસ્પૂન મીઠું
1 કપ છાશ
1/3 કપ તેલ
3/4 કપ દળેલી ખાંડ
1/2 ટીસ્પૂન વેનિલા એસેન્સ
રસમલાઇ વ્હિપ્ડ ક્રીમ માટે:
2 કપ હેવી વ્હિપિંગ ક્રીમ
3 ટેબલસ્પૂન રસમલાઇનું જાડું દૂધ
3 ટેબલસ્પૂન દળેલી ખાંડ
3/4 ટીસ્પૂન એલચી પાઉડર
અન્ય સામગ્રી
8 નંગ રસમલાઇ
ગાર્નિશીંગ માટે
નટ્સ
ગુલાબની પાંખડી
રીત
એક મોટા બાઉલમાં મેંદો, કોર્ન સ્ટાર્ચ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, એલચી પાઉડર અને મીઠું મિકસ કરો. એને ચાળીને બાજુ પર રાખો.
એક બાઉલમાં દળેલી ખાંડ અને તેલ મિકસ કરી ક્રીમી થાય ત્યાં સુધી બીટ કરો. તેમાં વેનિલા એસેન્સ નાખો.
તેમાં લોટનું મિશ્રણ નાખો. ત્યાર બાદ છાશ નાખો. લોટનું મિશ્રણ ત્રણ ભાગમાં અને છાશનું મિશ્રણ બે ભાગમાં વહેંચી થોડું થોડું નાખો. વધારે પડતું મિકસ ન કરો.
આ મિશ્રણને 9’’x13’’ના કેક ટીનમાં રેડી 350 ફે. તાપમાને 15-18 મિનિટ બેક કરો.
કેકને ઠંડી કરી કુકી કટરથી રાઉન્ડ કાપો. તમારી જારની સાઇઝ મુજબ કુકી કટર લો. દરેક રાઉન્ડમાંથી કાપી બે લેયર કરો.
એક બાઉલમાં વ્હિપ્ડ ક્રીમ લો. ક્રીમ ઠંડું હોવું જોઇએ. તેમાં રસમલાઇનું જાડું દૂધ, દળેલી ખાંડ અને એલચી પાઉડર મિકસ કરો. વાયર વ્હિસ્ક અટેચમેન્ટથી બીટ કરો. વધુ પડતું બીટ ન કરો નહીં તો ક્રીમ છૂટું પડશે.
મસૂન જાર લઇ તેમાં નીચે કેકનું એક લેયર મૂકો. કેકના લેયર પર આશરે 3 ટીસ્પૂન રસમલાઇનું દૂધ રેડો. થોડા નટ્સ ભભરાવો.
વ્હિપ્ડ ક્રીમને પાઇપિંગ બેગમાં ભરી તેનું લેયર કરો. એના ઉપર રસમલાઇ કાપીને મૂકો. તેના ઉપર ફરી કેકનું લેયર કરો. ઉપર રસમલાઇનું દૂધ રેડો.
છેલ્લે ફરી વ્હિપ્ડ ક્રીમનું લેયર કરો. તેના પર અડધી રસમલાઇ મૂકો. ઉપર નટ્સ, ગુલાબની પાંખડીઓથી ગાર્નિશ કરો.
રસમલાઇ કેક જારને ફ્રીઝમાં ચીલ્ડ કરી સર્વ કરો.
મોતીચૂર લડ્ડુ કુકીઝ
સામગ્રી
1/2 કપ બટર
1/3 કપ બ્રાઉન શુગર
1/3 કપ ખાંડ
1/3 કપ પાણી નિતારેલું દહીં
1 ટીસ્પૂન વેનિલા એસેન્સ
1 1/4 કપ મેંદો
2 ચપટી બેકિંગ સોડા
પૂરણ માટે
મોતીચૂરના લાડુનો ભૂકો
ગાર્નિશીંગ માટે
1 કપ પીગાળેલી ડાર્ક ચોકલેટ
સમારેલા નટ્સ
સ્વીટ બુંદી
સિલ્વર વરખ
રીત
માખણ પીગાળો. એક બાઉલમાં પીગાળેલું માખણ, ખાંડ, બ્રાઉન શુગર, પાણી નિતારેલું દહીં, વેનિલા એસેન્સ મિકસ કરો.
તેમાં મેંદો અને બેકિંગ પાઉડર મિકસ કરો. સ્ટિકી લોટ થશે. એને 10-15 મિનિટ ફ્રીઝમાં રાખો.
એક બેકિંગ ટ્રેમાં બટર પેપર મૂકો. ફ્રીઝમાંથી લોટ કાઢો. હાથમાં થોડું ઘી લગાડી થોડો લોટ લઇ ગોળ બોલ વાળો. તેને દબાવી તેમાં મોતીચૂર લાડુનું થોડું મિશ્રણ મૂકી બોલ વાળી દો. એને હળવેથી દબાવો. આ રીતે બધી કુકીઝ વાળી બેકિંગ ટ્રેમાં 1’’ના અંતરે ગોઠવો.
પ્રીહીટેડ ઓવનમાં કુકીઝને 160 સે. તાપમાને 15-20 મિનિટ બેક કરો. એને ઓવનમાંથી કાઢી રેક પર મૂકી ઠંડી કરો. કુકીઝ ઓવનમાંથી કાઢો ત્યારે પોચી હશે પરંતુ ઠંડી પડતા કડક થઇ જશે.
પીગાળેલી ડાર્ક ચોકલેટમાં કુકીઝ બોળો. એને નટ્સ, સ્વીટ બુંદી અને વરખથી ગાર્નિશ કરી સર્વ કરો.
પીનાકોલાડા બરફી
સામગ્રી
1 કપ ક્રશ કરેલું પાઈનેપલ
1/4 કપ ખાંડ
2 ટેબલસ્પૂન ઘી
2 કપ કોપરાનું ખમણ
1 કપ દૂધનો પાવડર
1 કપ દૂધ
1/2 કપ ખાંડ
2 ટેબલસ્પૂન તાજી મલાઈ
1 ટેબલસ્પૂન પિસ્તાનો પાવડર
સિલ્વર વરખ
રીત
એક નોનસ્ટિક પેનમાં ક્રશ કરેલું પાઈનેપલ અને ખાંડ લઇ એને ઉકાળો અને જામ જેવું થીક થાય એટલે ગેસ પરથી ઉતારી ઠંડું કરી લો.
નોનસ્ટિક પેનમાં 1 ટેબલસ્પૂન ઘી લઇ કોપરાનું ખમણ, દૂધનો પાવડર, દૂધ, તાજી મલાઈ, ખાંડ લઇ એને મિક્સ કરી ઉકાળો. થોડું ઘટ્ટ થાય પછી પાઈનેપલ જામ ઉમેરી મિક્સ કરો. મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ પેન છોડે પછી 1 ટેબલસ્પૂન ઘી લઇ મિક્સ કરી લો. મિશ્રણને ટ્રે માં ઘી લગાડી બરાબર પાથરી લો. ઉપર વરખ લગાડો.
ઠંડું થાય પછી ચોરસ ટુકડા કરી ઉપર પિસ્તા પાવડર મૂકી સર્વ કરો.
નોંધ: આમાંથી તમે ગોળ પેંડા જેવો શેપ આપી વચ્ચે ખાડો કરી પિસ્તા પાવડર મૂકી પેંડા પણ કરી શકો.
-દિપીકા હાથીવાલા