કુદરતે પૃથ્વીનું સર્જન કર્યું ત્યારે, બધી જ બાબતોનો વિચાર કર્યો હશે, નહીં તો સાંસારિક જીવનમાં આવતા પડકારોનો સામનો જ ન કરી શક્યો હોત. મોટિવેશનલ સ્પીકરને સાંભળતાં બસ એક જ વાત યાદ રાખવાની કે નકામી બાબતોનો મનમાં સંગ્રહ કરવો જ નહીં. જો એકધારી જિંદગી પસાર કરવાની હોય તો કોઈને પસંદ ન પડે. બીજા કેવા છે તેનો વિચાર કરવા કરતાં તે જો કોઈ સમસ્યાથી પીડાતો હોય તો દૂર કરવા પ્રયત્ન કરવો.દરેક વ્યક્તિએ નદી પાર કરવી હોય તો કિનારે ઊભા રહેવાથી નહીં, પણ હોડકામાં બેસવાથી પાર કરી શકાશે તેવું જિંદગીની નાવનું છે.
દરેક માનવીની જિંદગીમાં વળાંક આવે તો જ નવો રસ્તો ગોતવા નીકળે. દરેક માનવી બધી પ્રવૃત્તિ, કલા, સાહિત્ય, સંગીતમાં પારંગત હોતો નથી અને જરૂરી પણ નથી. પહેલાંના સમયમાં સારી ક્લાત્મક ફિલ્મો, અરે ગામમાં ભવાઈના ખેલ ભજવાતા તેમાંથી આનંદ મેળવતાં સાચું સુખ એટલે પૈસા કમાવવા તો જરૂરી જ પણ જેમાંથી સુખ મેળવી શકાય તેવી મનગમતી પ્રવૃત્તિમાં રસ દાખવવાનું જ રાખવું. દરેક મોટી વયની વ્યક્તિએ મનમાંથી એ કાઢી જ નાખવું કે આ વયે ફિલ્મો ન જોઈ શકાય.જો ફિલ્મ બનાવનારા, હીરો, હીરોઇન, સંગીતકાર કે અન્ય જો મોટી વયે ફિલ્મમાં રોલ ભજવી તગડી કમાણી કરી શકતા હોય તો મોટી વયે સારી ક્લાસિકલ ફિલ્મ નિહાળવામાં સંકોચ શું કામ રાખવો જોઇએ?
જીવનને આનંદિત બનાવવા માટે સંગીતનો ખૂબ જ મોટો ફાળો છે. બાકી સાંસારિક જીવનમાં કોઈ સુખી નથી. આ બધું આભાસી છે, time being છે, દરેક માનવી જો કોઈના સુખ /દુઃખને નિહાળવાની દૃષ્ટિમાં જ બદલાવ લાવી દે તો પોતાને દુનિયાનો સુખી વ્યક્તિ માનતો થઈ જાય. સંગીત માનવીને હળવો ફુલ બનાવી દે, માટે દરેક માનવીએ મનોમન નક્કી કરી લેવું કે આપણે આનંદિત સુખી રહેવા માટે કોઈ આવવાનું નથી. જાતે જ ગમે તેવી પરિસ્થિતિમાં આનંદિત રહેવા માટે સંગીત, વાચનનો સહારો લેવો કેમ કે આ બન્નેની કોઈ, ચોરી કે ઈર્ષ્યા કરી શકતું નથી.
સુરત – ચંદ્રકાન્ત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.