Madhya Gujarat

શહેરામાં તલાટી કમ મંત્રીઓની હડતાળને પગલે પંચાયત કચેરી ખાતે તાળા લાગ્યા

શહેરા: શહેરા તાલુકાના તલાટી કમમંત્રીઓ પડતર માંગણીઓને લઈને મંગળવારના રોજ થી અચોક્કસ મુદ્દતની હડતાલ પર હોવાથી ગ્રામ પંચાયત કચેરી ખાતે ખંભાતી તાળા લટકેલ જોવા મળી રહ્યા હતા. મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે તલાટી ક્રમ મંત્રીઓ બધા એકત્રિત થઈને સરકાર તેમની પડતર માંગણી વહેલી તકે સ્વીકારે તે માટે મરડેશ્વર મહાદેવને પ્રાર્થના કરી હતી. શહેરા તાલુકામાં ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ તેમની પડતર પ્રશ્નોને લઇને મંગળ વાર ના રોજથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા હતા, તલાટી કમ મંત્રીઓ ફરજ પર નહિ જઈને પોતાની કામગીરીથી અળગા રહેતા ગ્રામ પંચાયત કચેરી ખાતે કામ અર્થે આવતા અરજદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

જ્યારે મરડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં તલાટીઓ બધા એકત્રિત થઈને મરડેશ્વર મહાદેવ ને બે હાથ જોડીને સરકાર તેમની પડતર પ્રશ્નો નો વહેલી તમે ઉકેલ લાવીને તેમની માંગણીઓ સ્વીકારે તે માટે પ્રાર્થના કરી હતી. તાલુકાની ગ્રામ પંચાયત માં ફરજ બજાવતા તલાટીઓ પડતર પ્રશ્નો નો ઉકેલ નહિ આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ પર રહેવાના હોય ત્યાં સુધી ગ્રામ પંચાયત કચેરી ખાતે થતા કામો બંધ જવા સાથે અરજદારો ને ધક્કા ખાવાની નોબત આવે તો નવાઈ નહી. તલાટીઓ રાષ્ટ્રીય તેમજ ડિઝાસ્ટરના કાર્યક્રમમાં પોતાની ફરજ બજાવશે તે સિવાય મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે બધા તલાટીઓ ભેગા હડતાળ પર રહેનાર છે. ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટીઓ પોતાની પડતર માંગણીઓને લઈને હડતાલ પર પાછલા બે દિવસથી હોવાથી ગ્રામ પંચાયતના દરવાજા પર તાળા મારેલ જોવા મળવા સાથે કામગીરી અટકી ગઈ હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા આનો ઉકેલ વહેલી તકે લાવવામાં આવવો જોઈએ.

Most Popular

To Top