અમદાવાદ : રાજ્યમાં સરકારી નોકરી (Government Job) માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓના (Exam) પેપરકાંડમાં સરકારની મિલીભગતથી મોટા માથાની સંડોવણી હોવાનું કોંગ્રેસ (Congress) દ્વારા વારંવાર કહેવામાં આવ્યું છે. પેપરકાંડ મામલે ભાવનગર ભાજપના જિલ્લાના સંયોજક વૈભવ જોશીનો વિડીયો (Video) વાયરલ થયો છે. આ વાયરલ થયેલા વીડિયો ભાજપના ભ્રષ્ટાચારી શાસનને ઉજાગર કર્યું છે, તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોષીએ જણાવ્યું હતું કે ૨૦૧૯ બિન સચિવાલય પરીક્ષામાં વિદ્યાર્થીઓને અન્યાય થયો છે. જે તે સમયે કોંગ્રેસ દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યું હતું. તે વખતે કોંગ્રેસ, યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓને પેપરકાંડથી અન્યાય થયો હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું હતું.
ભાજપ પક્ષ આ પેપરફોડમાં સીધોસીધી જોડાયેલો છે. તેની સાબિતિ કરતો ભાવનગર ભાજપના જિલ્લાના સંયોજક વૈભવ જોષીનો વિડિયો વાયરલ થયો છે. આ વિડિયોમાં ગુજરાતનું ભવિષ્ય એવા યુવાનોના ભવિષ્યને રોળતું ભાજપના ભ્રષ્ટાચારી શાસનને ઉજાગર કર્યું છે. જે રીતે આ વિડિયોમાં ભાજપના નેતા ખુલાસો કરી રહ્યાં છે. તે રીતે જોતા પુરા ગુજરાતમાં જીલ્લે-જીલ્લે ભાજપના એજન્ટ હોય તેવું જાહેર થાય છે. આ વિડિયોમાં શિક્ષણ કક્ષાના અધિકારી કોર્પોરેશનના અધિકારી તેમજ પેપર સોલ્વ કરવાવાળા શિક્ષકોને અલગ અલગ રીતે પૈસા આપી કૌભાંડ આચર્યુ છે, ત્યારે આ બાબતે તે ત્રણ દિવસ થયા હોવા છતાં સરકાર દ્વારા કોઈ પણ પગલા લેવામાં આવ્યા નથી. છાસવારે સામાન્ય નાગરિકોને દંડ અને દંડા ફટકારતી સરકાર ગુજરાતના લાખો યુવાનોની કારકિર્દી સાથે રમત રમતા ભાજપા – સત્તાધારી પક્ષના તત્વો સામે કેમ પગલા ભરતી નથી ? ભાવનગરમાં પેપરફોડ કાર્યક્રમના ભાજપા સંયોજક જેમજ બીજા ક્યાં ક્યાં જીલ્લાઓમાં સંયોજકોને ગેરરીતિ, પેપરલીંક, પેપરફોડની જવાબદારી સ્વીકારી છે?
યુવક કોંગ્રેસની માંગ છે કે, બિન સચિવાલય ભરતી કૌભાંડ ૨૦૧૯માં સંડોવાયેલા તત્વો સામે તાત્કાલિક ધોરણે કડકમાં કડક પગલા લેવામાં આવે અને યુવાનોને ન્યાય મળે. જો સરકારી ભરતી કૌભાંડમાં પગલા લેવામાં નહિ આવે તો ભાવનગર થી આંદોલન શરૂ કરવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે.