Vadodara

વિધર્મીએ સગીરાને 14 વર્ષની ઉંમરે ગર્ભવતી બનાવી હતી

વડોદરા : વડોદરા શહેરમાં વિધર્મી યુવકે 18 વર્ષીય યુવતીને છેલ્લા ચાર વર્ષથી લગ્ન કરવાની લાલચે અવારંવાર શારીરિક સંબંધ બાંધી માત્ર 14 વર્ષની ઉમરે ગર્ભવતી બનાવી દિધી હતી. તેમજ નરાધમ યુવક યુવતીને દારૂ વેચવા દબાણ કરતો સાથે બંને હાથે સીગરેટના ડામ આપી પરેશાન કરતો હતો. આ સમગ્ર મામલે યુવતી દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુના નોંધી આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

શહેરના સયાજીગંજ વિસ્તારમાં રહેતી 18 વર્ષીય યુવતીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેના પિતા કોઈ કામ ધંધો કરતા ન હોવાથી માતા છેલ્લા પાંચેક વર્ષથી ક્યાક જતી રહી છે. યુવતી તેની બહેનના ઘરે રહેતી હતી. જ્યાં અસ્ફાક હસન અબ્બાસ નઈમ હુસૈન સૈયદ(ઉ.વ.24)(રહે, સુભાષનગર ઝુપડપટ્ટી પરશુરામનો ભઠ્ઠો, સયાજીગંજ) પણ રહેતો હતો. યુવતીએ જણાવ્યુ હતુ કે, ચારેક વર્ષ અગાઉ અસ્ફાકે મારી સાથે લગ્ન કરવાની વાતચીત કરી અવારંવાર શરીર સંબંધ બાંધ્યા હતા. અને મને દારૂ વેચવા જણાવતો ત્યારે મે ના પાડતા અસ્ફાક મને માર મારતો હતો.

જોકે ત્યારબાદ અસ્ફાકે યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી દેતા યુવતી અમદાવાદ એક સંસ્થામાં રહેવા જતી રહી હતી. ત્યારે તેની માતા આવીને પોતાની દીકરીને રાજકોટ સાથે લઈ ગઈ હતી. જે વાતની જાણ અસ્ફાકને થતા અસ્ફાક યુવતી પાસે ગયો હતો. અને હવે પછી તારી સાથે મારામારી નહીં કરૂ, આપડે બંને અલગ મકાન રાખીને રહીશું અને કોર્ટમાં લગ્ન કરી લઈશું.
જેથી યુવતી અસ્ફાક સાથે ફરી વડોદરા રહેવા આવી ગઈ હતી. ત્યારે અસ્ફાકે યુવતીને ઘરે જ હાર પહેરાવ્યો હતો. અને કોર્ટમાં લગ્ન કરવાની વાત કરતા તેણે કોર્ટમાં લગ્ન કરવાની ના પાડી દિધી હતી. સાથે જ ઘરકામ કરવા બાબતે ઝગડો કરી મારામારી કરવાનું શરૂ કર્યુ હતું. જેથી યુવતીએ આ સમગ્ર મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મારામારી, દુષ્કર્મ, પોક્સો એક્ટ હેઠળ ગુના નોંધ અસ્ફાકને ઝડપી પાડ્યો હતો. અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નરાધમ યુવતીને હાથે સિગરેટના ડામ આપતો હતો
યુવતીએ તેની ફરિયાદમાં જણાવ્યું છે કે, હું મારી બહેનના ઘરે રહેતી હતી ત્યારે અસ્ફાક મને દારૂ વેચવા જણાવતો હતો. જોકે તે અંગે ના પાડતા તે મારી સાથે અવારંવાર મારામારી કરતો હતો. આ ઉપરાંત નરાધમ અસ્ફાક યુવતીના બંને હાથે સીગરેટના ડામ આપી તેણે પરેશાન કરતો હતો.

14 વર્ષની ઉમરે યુવતીને ગર્ભવતી કરી દિધી હતી : બાળકનું જન્મ થયા બાદ મોત થયું
નરાધમ અસ્ફાક યુવતીના પરિચયમાં આવ્યા બાદ જ્યારે યુવતી 14 વર્ષની હતી. ત્યારે તેને લગ્ન કરવાની લાલચ આપી અવારંવાર શરીર સંબંધ બાંધ્યા હતા. જોકે આ દરમિયાન યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી. અને તેનાથી તે યુવતીએ એસ.એસ.જી હોસ્પિટલમાં એક બાળકને જન્મ આપ્યો હતો. ત્યારે બાળકનું એક દિવસ પછી હ્રદયના પ્રોબ્લમથી મૃત્યુ નીપજ્યુ હતું.

Most Popular

To Top