Gujarat

સુરતમાં ડાયમંડ, આણંદમાં મિલ્ક સિટીની થીમ પર તૈયાર કરાશે બુલેટ ટ્રેન સ્ટેશન

ભરૂચ: (Bharuch) મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન (Bullet Train) સ્ટેશનનો આગળના ભાગની ડિઝાઇન શહેરની સ્થાનિક વિશેષતાને ધ્યાને લઈ બનાવવામાં આવશે. ૧૫૦ વર્ષ જૂની કળા અને કપાસ વણાટ માટે ભરૂચ શહેર, હીરા ઉદ્યોગ માટે સુરત, કેરીના વ્યવસાય માટે બીલીમોરા અને દૂધ દ્વારા શ્વેતકાંતિનું શહેર આણંદ સહિત ગુજરાતના આઠ તાલુકામાં સ્થાનિક આર્કિટેક્ચરને ધ્યાને લઈને ડિઝાઇન તૈયાર કરી બુલેટ ટ્રેન સ્ટેશનો (Station) રૂપ-રંગ તૈયાર કરાશે.

  • મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન પર ભરૂચ સહિતનાં નક્કી શહેરની લાક્ષણિકતા ધર્શાવતું બાંધકામ કરાશે
  • ભરૂચ માટે ૧૫૦ વર્ષ જૂની કળા અને કપાસ વણાટ, સુરત નગરી માટે ડાયમંડ, બીલીમોરામાં મેંગો, વડોદરામાં બનિયન ટ્રી, સાબરમતીમાં મહાત્મા ગાંધીના ચરખા, અમદાવાદમાં સીદી સૈયદની જાળી અને આણંદમાં મિલ્ક સિટી થિમ બહાર બુલેટ ટ્રેન સ્ટેશન પર ડિઝાઇન બનાવાશે
  • ગુજરાતમાં પ્રોજેક્ટનાં તમામ આઠ સ્ટેશનોની બાંધકામ પ્રક્રિયાઓ પૂરજોશમાં, સુરત પ્રથમ સ્ટેશન હશે, જે ૨૦૨૪ સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે

દરેક શહેરની અલગ અલગ ઓળખ હોય છે. એ શહેરમાં જાય ત્યારે એ ક્ષેત્રની ઓળખની અનોખી બ્રાન્ડ હોય છે. જે માટે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે સમગ્ર ગુજરાતમાં નવાં બનનારાં આઠ સ્ટેશનમાં આગળના ભાગે ડિઝાઇન તૈયાર કરવામાં આવશે. નવી ડિઝાઈનમાં દરેક સ્ટેશનણી ચોક્કસ કાર્યાત્મક જરૂરિયાતોને સ્ક્રીનથી તૈયાર કરાશે, જેમાં સ્કેલ, વોલ્યુમ અને સામગ્રીના સાઈટથી વિશિષ્ટ હશે. સ્ટેશનના અગ્ર ભાગની ડિઝાઇન શક્ય હોય ત્યાં બાહ્ય આકાશનાં દૃશ્યો સાથે મુસાફરોના વિસ્તારોમાં પ્રવેશતા સંપૂર્ણ કુદરતી પ્રકાશની સુવિધા આપવા આવે એવું પ્લાનિંગ કરાયું છે, જેમાં અતિઝડપે વિકસિત થતું વાપી સ્ટેશન પર બનાવવામાં આવશે. સૌથી જૂનું શહેર ભરૂચ સ્ટેશન માટે ૧૫૦ વર્ષ જૂની કળા અને તેના કલાકારોના માન આપતા કપાસના વણાટ હેઠળ ડિઝાઇન કરવામાં આવશે.

એ જ રીતે વડોદરા શહેરનું નામ ‘વડ વૃક્ષ’ રાખવામાં આવ્યું છે. વડોદરા એચએસઆર સ્ટેશનની આગળના ભાગની ડિઝાઇન ‘બનિયન ટ્રી’ની પ્રોફાઇલ અને પર્ણસમૂહ પ્રેરિત બનાવવામાં આવશે. સાથે અમદાવાદ સ્ટેશનનો આગળનો ભાગ ‘ સીદી સૈયદની જાળી’ જેવો અને સાબરમતી સ્ટેશન પર આગળનો ભાગ સફેદ સોય સાબરમતી આશ્રમના મહાત્મા ગાંધીના ચરખા જેવો બનાવવામાં આવશે. માટે દિવસે નહીં પણ રાત્રે પણ ચક્રનો દેખાવ અપાશે. હીરા ઉદ્યોગ તાંત્રિકે જાણીતા સુરત ખાતે હાઈ-સ્પીડ રેલવે સ્ટેશનનું થિમ “ડાયમંડ” પર આધારિત હશે. તેમજ દેશ અને દુનિયામાં કેરીનો બગીચો ગણાતું પ્રખ્યાત બીલીમોરાની “મેંગો” થિમ તૈયાર કરવામાં આવશે. તેમજ શ્વેતક્રાંતિ માટે આણંદ “મિલ્ક” થિમ બનાવાશે.
મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર દરેક સ્ટેશનની પસંદગી ભૌગોલિક, આર્થિક, માળખાગત, સાંસ્કૃતિક ધરોહર અને અન્ય વિવિધ પરિબળો પર યોગ્ય સંશોધન પછી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લખેનીય બાબત એ છે કે, સૂચિત હાઈ-સ્પીડ રેલ કોરિડોરની કુલ લંબાઈ ૫૦૮.૧૭ કિ.મી. છે. અને તે મહારાષ્ટ્ર, ગુજરાત અને દાદરા અને નગર હવેલીમાંથી પસાર થશે. ૧૨ સૂચિત સ્ટેશનો મુંબઈ (BKC), થાણે, વિરાર, બોઈસર, વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ/નડિયાદ, અમદાવાદ અને સાબરમતી છે. જેમાંથી આઠ સ્ટેશન ગુજરાતમાં અને બાકીના ચાર મહારાષ્ટ્રમાં આવે છે. ગુજરાતમાં પ્રોજેક્ટનાં તમામ આઠ સ્ટેશનની બાંધકામ પ્રક્રિયાઓ પૂરજોશમાં ચાલી રહી છે. સુરત પ્રથમ સ્ટેશન હશે, જે આગામી ૨૦૨૪ સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.

Most Popular

To Top