National

દાખલ ન કરાતાં દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં બહાર મહિલાએ બાળકને જન્મ આપ્યો

નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) એક મહિલાએ (Women) મંગળવારે સફદરજંગ હોસ્પિટલની (Hospital) ઇમરજન્સી વિંગની બહાર તેના બાળકને જન્મ (Child Birth) આપ્યો હતો. તેણીને કેન્દ્ર સંચાલિત સુવિધા દ્વારા કથિત રીતે પ્રવેશ નકારવામાં આવ્યો હતો, જેના કારણે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ મામલે રિપોર્ટ (Report) માંગ્યો હતો. જોકે, હોસ્પિટલે આ આરોપને નકારી કાઢતાં કહ્યું હતું કે, તેમની પાસે નો-ઇનકારની નીતિ છે અને મહિલાને એડમિશન પેપર્સ આપવામાં આવ્યા હતા, પરંતુ તેણીએ તે પરત કર્યા ન હતા.

દિલ્હીની આ મહિલાનો પોતાના બાળકને જન્મ આપતો એક વીડિયો ઓનલાઇન વાયરલ થયો હતો. વીડિયોમાં કેટલીક મહિલાઓ પ્રસૂતિ દરમિયાન ગર્ભવતી મહિલાને સાડીથી ઢાંકીને તેની આસપાસ ઊભેલી જોવા મળે છે. ઘટનાસ્થળે કેટલીક નર્સો પણ જોવા મળે છે. મળતી માહિતી મુજબ મહિલાના સંબંધીઓએ આરોપ લગાવ્યો છે કે “ઇમરજન્સી કેસ”  હોવા છતાં સોમવારે હોસ્પિટલે તેને દાખલ ન કરી અને તેઓએ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગની બહાર રાત વિતાવવી પડી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશની સૌથી મોટી ત્રીજી સરકારી હોસ્પિટલોમાંની એક સફદરજંગ હોસ્પિટલની બહાર ઘટેલી આ ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એક નિવેદનમાં હોસ્પિટલે જણાવ્યું હતું કે, ”21 વર્ષીય મહિલાને 18 જુલાઈના રોજ દાદરીથી રિફર કરવામાં આવી હતી. સફદરજંગ હોસ્પિટલમાં નો-ઇનકારની નીતિ હોવાથી તે જ દિવસે સાંજે 5:45 વાગ્યે ફરજ પરના વરિષ્ઠ નિવાસી દ્વારા તેણીની તપાસ કરવામાં આવી હતી અને તેણીની સ્થિતિ પ્રારંભિક પ્રસૂતિમાં પ્રિક્લેમ્પસિયા સાથે 33+6 અઠવાડિયાની ગર્ભાવસ્થા હોવાનું જાણવા મળ્યું હતું.” નિવેદનમાં જણાવાયું હતું કે, દર્દીને એડમિશનની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણી એડમિશન પેપર્સ સાથે પાછી ફરી ન હતી. બીજા દિવસે સવારે ગાયનેક રીસીવિંગ રૂમ (જીઆરઆર) ફરજ પરના વરિષ્ઠ નિવાસી તબીબને જાણ કરવામાં આવી હતી કે, એક મહિલા દર્દી તેના બાળકની બહાર પ્રસૂતિ કરી રહી છે. હોસ્પિટલે જણાવ્યું હતું કે, જીઆરઆર તરફથી એક ટીમને તાત્કાલિક રવાના કરવામાં આવી હતી અને દર્દીની ડિલિવરીનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.

હોસ્પિટલે કહ્યું હતું કે, ”દર્દી હાલમાં એલઆર-IIમાં દાખલ છે અને 1.4 કિગ્રા વજન ધરાવતા બાળકને જન્મના ઓછા વજનને ધ્યાનમાં રાખીને નર્સરી 9માં દાખલ કરવામાં આવ્યું છે. બંનેની હાલત સ્થિર છે. ગાયની રીસીવિંગ રૂમમાં ચોવીસ કલાક બે સિનિયર રેસિડેન્ટ્સ સહિત છ ડૉક્ટરો પોસ્ટમાં છે.” કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, આ મામલે સફદરજંગ હોસ્પિટલ પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે. દરમિયાન, દિલ્હી મહિલા આયોગે પણ હોસ્પિટલને નોટિસ જારી કરી છે અને આ મામલે કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો છે.

Most Popular

To Top