પાદરા: એલસીબી પોલીસે વિસ્તારમાં કોર્ડન કરી અલગ અલગ વાહનોમાં ભરાતો પાન પડીકી તમાકુના પાઉચ નો જથ્થો રૂ.53,4000 તેમજ પીકપ વાહન રૂ.3 લાખ, થ્રી વ્હીલ ટેમ્પો 50 હજાર અને કન્ટેનર રૂ.10 લાખ મળી કુલ 66 લાખ 74 હજાર નો મુદ્દામાલ ઝડપી બે ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. એલ.સી.બી. સ્ટાફના હરીશચંદ્રસિંહ નટવરસિંહ તથા અજયસિંહ ભુપતસિંહ તથા નરેશકુમાર પુંજીરામભાઇ નાઓ પાદરા પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના અ.પો.કો. હરીશચંદ્રસિંહ નટવરસિંહ તથા અ.પો.કો. નરેશકુમાર પુંજીરામભાઇનાઓને સંયુકતરીતે બાતમીદારથી બાતમી મળેલ કે, પાદરા રામ ટેકરી બેઠક મંદીર પાસેથી પાદરા રાયણવાળી ખડકી નવાપુરા વિસ્તારમા રહેતો રૂષભ નૈલેષભાઇ ગાંધી એક કન્ટેનર વાહન નં-RJ 14 GF 8634 માંથી બીલ વગરની પાન-પડીકીનો મોટાપાયે જથ્થો ઉતારી અલગ અલગ વાહનોમા ભરી આપવાનુ ચાલુ છે.
જે બાતમી આધારે એલસીબી સ્ટાફના માણસો પાદરા ફુલબાગનાકા પાસે તપાસ મા જતા બાતમી વાળા કન્ટેનર વાહન નં-RJ 14 GF 8634 માંથી અમુક ઇસમો કોથળા ઉચકી પીકપ વાહનનં- GJ 06 AV 6103 તથા અતુલ થ્રી વ્હીલ ટેમ્પો નં- GJ 20 V 902 મા મુકતા હોય જેઓને કોર્ડન કરતા કુલ-૨ ઇસમો હાજર મળી આવેલ અને અમુક મજુરો નાસી ગયેલ હતા. જેથી હાજર ઇસમનુ નામઠામ પુછતાં ભીમરાજ ગોમનાજી કલાલ ઉ.વ-૪૬ રહે-નીંબોડા તા-સરાડા જી-ઉદેપુર (રાજસ્થાન) જે કન્ટેનર વાહન નં-RJ 14 GF 8634 નો ચાલક હોવાનુ જણાવેલ તથા કન્ટેનર વાહન નં-RJ 14 GF 8634 મા તપાસ કરતા વિમલ પાન પડીકી તથા તમાકુ નો જથ્થો મળી આવેલ હતો.
ઉપરોક્ત મળી આવેલ તમામ વિમલ પાન પડીકી ના કુલ પાઉચ નંગ-૩૫૩૬૦ તથા વિ-૧ તમ્બાકુ ના કુલ પાઉચ નંગ- ૩૫૩૬૦ જેની કુલ કી.રૂ.૫૩,૦૪,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ જે વિમલ પાન પડીકી તથા વિ-૧ તમ્બાકુ પાઉચોનુ બીલ/આધારપુરાવા તથા વાહનના રજીસ્ટ્રેશન કાગળો હાજર ઇસમો પાસે માંગતા પોતાની પાસે નહી હોવાનુ અને વિમલની પાન પડીકી તથા તમાકુનો જથ્થો અમદાવાદ ચાંગોદર નજીક સર્વોતમ હોટલ પાસેથી સૈોરભભાઇ નાઓએ કોઇપણ જાતનુ બીલ આપવા વગર કન્ટેનર મા ભરી આપેલ હોવાનુ કન્ટેનર ચાલક ભીમરાજ ગોમનાજી કલાલ જણાવેલ હતું.
પોલીસે કન્ટેનર ચાલક ભીમરાજ ગોમનાજી કલાલ ની અંગઝડતી માથી એક ઓપ્પો કંપનીનો ટચ સ્ક્રીનવાળો મોબાઇલ ફોન જેની કિંરૂ-૧૦,૦૦૦/- તથા રૂષભ ગાંધી ની અંગઝડતી માથી એક સેમસંગ કંપનીનો ટચ સ્ક્રીનવાળો મોબાઇલ ફોન જેની કિંરૂ-૧૦,૦૦૦/- તથા પીકપ વાહનનં- GJ 06 AV 6103 ની કિંરૂ-૩,૦૦,૦૦૦/- તથા અતુલ થ્રી વ્હીલ ટેમ્પો નં- GJ 20 V 902 ની કિંરૂ-૫૦,૦૦૦/- તથા કન્ટેનર વાહન નં-RJ 14 GF 8634 ની કિંરૂ-૧૦,૦૦,૦૦૦/- મળી કુલ રૂ-૬૬,૭૪,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હતી.