સમાજનાં બીજાઓ કરતાં ઊંચા દેખાવાની જાણે હરિફાઈ ચાલી લાગે છે. સાયકલ નાણાંકીય સધ્ધરતાની નિશાની ગણાતી. કોઈવાર બસમાં મુસાફરી કરી લેતાઅને તે પણ ચોકબજારથી અઠવાલાઈન્સ સુધી! તે વખતે બસની મુસાફરી વિમાની સફર જેવો આનંદ આપતી! આજે ઊંચા દેખાવા કાર અને તે પણ લાંબી કાર એક જરૂરિયાત બની ગઈ છે. તમને કારનું કામ હોય કે ન હોય, આજુબાજુવાળાએ કાર ખરીદી એટલે આપણે પણ ખરીદો નહીં તો ગરીબમાં ગણાઈ જઈશું, એવો ભ્રમ ઘણાંને થઈ ગયો છે. કાર ખરીદવી એટલે તમારી પાસે જે લાખ-બે લાખની સિલક હોય, તે ડાઉન પેમેન્ટમાં ભરો, ખીસા ખાલી કરો, પહેલાં આત્મવિશ્વાસથી જીવતા તે હવે ખાલીખમ થયા અને લોન લઈ દેવાદાર બની ગયા. આવક ન હોય તો પણ મહિને હપ્તો ભરવાનું ટેન્શન. પહેલાં આરામથી ઊંઘ આવતી તે બંધ થઈ ગઈ. કાર લીધી, પછી શું? પેટ્રોલ તો સો રૂપિયે લીટર થઈ ગયું, ક્યાંય જવાય એવું રહ્યુ નહીં પહેલાં ભાડાની ગાડીમાં લોનાવાલા-માથેરાન જઈ આવતા તે બંધ થયું અને હાથી બાંધ્યા એટલે તેના ઘાસચારામાં બરબાદ થઈ ગયા. આવી હજારો હાથીઓ રસ્તા ઉપર બંધાયેલા પડયા છે.
સુરત – ભરતભાઈ પંડ્યા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વાહનોથી ઊભરાતું સુરત દાયકાએ
By
Posted on