ભરૂચ, અંકલેશ્વર: અંકલેશ્વરની (Ankleshwar) રાજપીપળા ચોકડી ઉપર બે એટીએમ (ATM) તોડી ચોરીનો પ્રયાસ કરનાર ઓ.એન.જી.સી.ના (ONGC) કર્મચારીને (Employee) ભરૂચ એલસીબીે (Bharuch LCB) ઝડપી પાડ્યો છે.અંકલેશ્વરના એફ.એમ. અમીન પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં આવેલા બેંક ઓફ બરોડાના બે એટીએમ મશીના ડિસ્પ્લે અને કેશ દરવાજા તસ્કરે તોડ્યા હતા. જોકે ચોરી કરવામાં તે નિષ્ફળ જતાં નાસી છૂટ્યો હતો.
- બાઇક લઈને ગુનાને અંજામ આપવા જતાં CCTVમાં વાહન દેખાતાં આરોપી પકડાયો
ભરૂચ LCB પી.આઈ. કે.ડી. મંડોરા, પોસઇ જે.એન.ભરવાડ, એમ.એચ.વાઢેર, એન.જી. પાંચાણી સહિત ટીમે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઓ.એન.જી.સી. કોલોનીમાં હાલ રહેતો અને ઓ.એન.જી.સીની કંપનીમાં નોકરી કરતો મૂળ નાંદોદના યુવાન જીગ્નેશ છોટુભાઈ વસાવાને પોલીસે આ ચોરીના ગુનામાં પકડી સઘન પૂછપરછમાં પોતાના માથે લોનના હપ્તા સહિત અન્ય દેવું ચઢી ગયું હોય એટીએમ તોડવાનો પ્લાન ઘડી કાઢ્યો હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી હતી. એલસીબીએ તેની પાસેથી રૂ.૩૦ હજાર કિંમતની એક બાઇક પણ કબ્જે કરી છે. જે બાઈકના આધારે જ તે સીસીટીવી સર્વેલન્સમાં કેદ થઈ ઝડપાઇ ગયો હોવાની માહિતી સાંપડી રહી છે. અંકલેશ્વર સિટી પોલીસ આ અંગે વધુ તપાસ ચલાવી રહી છે.