Vadodara

વડોદરામાં પૂરની સ્થિતિમાં રાહત અને બચાવ માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ

વડોદરા : આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને પગલે તત્કાલ વડોદરા દોડી આવેલા પ્રભારી મંત્રી પ્રદીપભાઇ પરમારે જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે કરાયેલી સ્થિતિની સમીક્ષા કરી હતી.સાથે, તેમણે પૂર નિયંત્રણ અને રાહત કામગીરી પ્રચત્યે જનપ્રતિનિધિઓ તરફથી મળેલી રજૂઆતો સાંભળી હતી અને તેનું સકારાત્મક નિરાકરણ કરવા માટે અધિકારીઓને સૂચના આપી હતી.

રાજ્યના પ્રભારી મંત્રી પ્રદીપભાઇ પરમાર સમક્ષ વડોદરા શહેરમાં કરાયેલી તૈયારીઓની એવી વિગતો રજૂ થઇ હતી કે પૂરની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે એક એનડીઆરએફની ટીમ ઉપરાંત જરૂરત મુજબની એસડીઆરએફની ટીમ તૈયાર રાખવામાં આવી છે.સાથે પાલિકાના 60 વ્યક્તિની ટીમ તહેનાત કરવામાં આવી છે.22 ઓબીએમ, 39 બોટ, 108 ફાયર વાહનો, 81 ટ્રી ટ્રિમિંગ અને કટર,158 લાઇફ જેકેટ જેવા સાધનો પૂર્વ ચકાસણી કરી રેડી રાખવામાં આવ્યા છે.વિશ્વામિત્રી નદી ઉપરાંત સાત અન્ડરપાસ તથા અન્ય સ્થળોએ સેન્સર બેઝ્ડ સિસ્ટમ મુકાઈ છે.

જેથી પાણીની ભરાવની સ્થિતિનું તત્કાલ માહિતી મળતા સમયસર સલામતીના પગલાં લઇ શકાય એમ છે.પાલિકા દ્વારા 22 જેસીબી મશીનની વોર્ડ વાઇઝ ફાળવણી કરી દેવામાં આવી છે.કુલ 133 ટીપર વાહન,બે ક્રેઇન ઉપરાંત નાગરિકોને ખસેડવા માટે 20 સિટી બસ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. પાણીના નિકાલ માટે પાલિકાના વિવિધ ક્ષમતાના કુલ 15 ડિવોટરિંગ પમ્પ ઉપરાંત જરૂર પડે ત્યારે સિંચાઇ વિભાગના પણ આવા 15 પમ્પ ઉપયોગમાં લઇ શકાય એમ છે. વરસાદ દરમિયાન વૃક્ષો પડી જવાના કારણે રસ્તાઓ બંધ થવાની સ્થિતિને પહોંચી વળવા માટે મહાપાલિકા દ્વારા 4 હાઇડ્રોલિક પમ્પ, 7 ચેનઇ શો, એક ગ્રાઇન્ડર અને 10 ટ્રેક્ટર ટ્રેલર રાખવમાં આવ્યા છે.

જુલાઇ માસની 12મી તારીખ સુધીમાં 48 વૃક્ષો પડવાની ઘટનાની નોંધાઇ છે. તેની સાથે અત્યાર સુધીમાં આ મૌસમમાં કુલ 1010 વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં આવ્યું છે.સંભવિત પૂર બાદ નાગરિકોને પીવાનું શુદ્ધપાણી મળી રહે એ માટે કુલ 37 આરોગ્ય કેન્દ્રો ઉપર પૂરતા પ્રમાણમાં દવાઓ સાથે તબીબોને તૈયાર રાખવામાં આવ્યા છે.સાથે ઝોન દીઠ એકએક એમ ચાર તત્કાલ મેડિકલ ટીમ બનાવવામાં આવી છે. સ્થળાંતરિત વ્યક્તિઓનું આશ્રય સ્થાનો ઉપર મેડિકલ ચેકઅપ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે.વડોદરા શહેરમાં 2500થી વધુ નાગરિકો રહી શકે એવા આશ્રય સ્થાનો નિયત કરી દેવામાં આવ્યો છે. બેઠકમાં મેયર કેયુર રોકડિયા, ડૉ.વિજય શાહ, સહિત ધારાસભ્યો, મ્યુનિ.કમિશનર શાલિની અગ્રવાલ, સંયુક્ત પોલીસ કમિશનર ચિરાગ કોરડિયા,એસપી રોહન આનંદ, નિવાસી અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top