વડોદરા : વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી એક હોટલમાંથી કુખ્યાત ગણાતો અનીલ ઉર્ફે એન્થોની છોટાઉદેપુર પોલીસના જાપ્તાના પીએસઆઈની વીઆઈપી ટ્રીટમેન્ટના કારણે તેના સાગરીતોની મદદથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જોકે આ વાતને લઈ 68 દિવસ ઉપરાંતનો સમય વીતી ગયો છે. પરંતુ શહેર પોલીસની એક પણ ટીમ એન્થોનીને પકડી પાડવાની વાત તો દુર કોઈ ખાસ માહિતી પણ મેળવી શકી નથી. બીજી બાજુ શહેર પોલીસ સતત તેને પકડી પાડવા કામગીરી કરી રહી હોવાનું જાણવા મળ્યુ હતું.
ગત તા.6મેના રોજ છોટાઉદેપુર સબજેલથી પોલીસ જાપ્તા સાથે અનીલ ઉર્ફે એન્થોનીને તેની પાઈલ્સની સારવાર કરાવવા વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે પોલીસ જાપ્તા સહિત લવાયો હતો. જોકે ત્યારબાદ એન્થોનીએ તેની દિકરીને મળવાની જીદ કરી હતી. અને જાપ્તાના પીએસઆઈ ડામોર એન્થોનીને વીઆઈપી ટ્રીટમેન્ટ આપી સયાજીગંજ વિસ્તારમાં આવેલી પુજા હોટલમાં લઈ ગયા હતા. એન્થોનીએ પુજા હોટલ પર તેના સાગરીતોની મદદ લઈ પીએસઆઈને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. જેને લઈ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. જોકે આ સમગ્ર બનાવને 68 દિવસ ઉપરાંતનો સમય વીતી ગયો છે. પરંતુ વડોદરા શહેર પોલીસની એક પણ ટીમ એન્થોની સુધી પહોંચી શકી નથી. બીજી બાજુ પોલીસ દ્વારા સતત એન્થોનીને પકડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યુ હતું.