Gujarat

બુલડોઝર એક્શન મુદ્દે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટીસ ફટકારી

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)માં યોગી સરકારે(Yogi Government) બુલડોઝર(Bulldozer) એક્શન હાથ ધર્યું હતું. જેમાં અસામાજિક તત્વોની મિલકતને બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવતી હતી. આ બાદ સમગ્ર દેશમાં બુલડોઝર બાબા(Bulldozer Baba) ફેમસ થઇ ગયા હતા. યોગી સરકાર બાદ શિવરાજસિંહ સરકારે પણ આ જ પ્રકારે કાર્યવાહી કરી હતી. ત્યારબાદ ગુજરાત સરકારે(Gujarat Government) તોફાની તત્વો સામે બુલડોઝર એક્શન હાથ ધર્યું હતું. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે(Supreme Court) ગુજરાત સરકારને નોટીસ(Notice) ફટકારી છે અને યોગ્ય જવાબ રજુ કરવા આદેશ કર્યો છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ(Madhya Pradesh) સરકાર(Government)ને પણ નોટિસ ફટકારવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કાર્યવાહી રોકવાની મનાઈ ફરમાવી છે. હાલમાં દેશમાં બુલડોઝર કાર્યવાહી પર કોઈ રોક લગાવવામાં આવી નથી. પરંતુ ભૂતકાળમાં થયેલી કાર્યવાહી મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવતા આ મુદે આજે સુનવણી હાથ ધરવામાં આવી હતી.

ગેરકાયદે બાંધકામ તોડતા પહેલા કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવું જરૂરી: કોર્ટ
અરજીકર્તાની તરફથી વકીલ દુષ્યંત દવેએ સુનાવણી દરમિયાન કોર્ટમાં કહ્યું કે આ પ્રકારની કાર્યવાહી પર રોક લગાવી જરુરી છે. આ મુદ્દે કોર્ટે કહ્યું કે આ પ્રકારનો આદેશ કોર્ટ કેવી રીતે કરી શકે? વધુમાં આ કેસની સુનાવણી 10 ઓગસ્ટના રોજ હાથ ધરાશે. કોર્ટે ગત સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે, તેઓ ગેરકાયદેસર અતિક્રમણને હટાવવાનું રોકી શકતા નથી, પરંતુ ગેરકાયદે બાંધકામ તોડતા પહેલા કાયદાની પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ.

ખંભાતમાં થયેલા તોફાન મામલે ગુજરાત સરકારે કર્યો હતો આદેશ
રામનવમીના દિવસે ખંભાતમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં તોફાનમાં સામેલ અસામાજિક તત્વોની મિલકત પર ગુજરાત સરકારે બુલડોઝર ફેરવવાનો આદેશ આપ્યો હતો. ખંભાત તાલુકામાં સંવેદનશીલ પોઇન્ટ નક્કી કરીને ત્યાંનાં દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. સક્કરપુર ગામની સરકારી જમીન ઉપર આવેલા ઝાડી-ઝાંખરા દૂર કરવામા આવ્યા હતા કારણ કે ખંભાતમાં શોભાયાત્રા દરમિયાન તોફાની તત્વોએ ઝાડી-ઝાંખરાની આડશ લઈને પથ્થરમારો કર્યો હતો. આ કેસમાં ગુજરાત સરકારે બુલડોઝર ફેરવવાનો આદેશ આપતા સુપ્રીમ કોર્ટે નોટીસ ફટકારી હતી.

યોગી આદિત્યનાથે શરૂ કર્યો ક્રેઝ
મહત્વનું છે કે બુલડોઝર દ્વારા કાર્યવાહી કરવાની શરૂઆત ઉત્તરપ્રદેશથી થઇ હતી. જેમાં માફિયાઓ અને ગુંડાઓની અનેક સંપત્તિઓ પર આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. આખા દેશમાં બુલડોઝર બાબાના નામથી યોગી આદિત્યનાથ ફેમસ થઈ ગયા અને ચૂંટણીમાં પણ જોરદાર ફાયદો ભારતીય જનતા પાર્ટીને થયો હતો.

Most Popular

To Top