બાર્બી ડોલ્સ ઘણાં વર્ષોથી વિશ્વભરના બાળકોનું પ્રિય રમકડું છે. ખાસ કરીને નાની બાળકીઓ બાર્બીને નવાં કપડાં પહેરાવવામાં ખૂબ જ એન્જોય કરે છે. અત્યાર સુધી બાર્બીનું આપણે ફોરેનર રૂપ જોયું છે. એ જ બાર્બી હવે નવા રૂપમાં આવી રહી છે! મેકઅપ બ્રાન્ડ લાઈવ ટિન્ટેડના સ્થાપક અને CEO દીપિકા મુત્યાલાએ સોશ્યલ મીડિયા પર બાર્બીનો નવો લૂક શેર કર્યો છે, જે ભારતીય મહિલાઓની પરંપરાગત પોશાક અને ઘરેણાં પહેરેલી શૈલીમાં જોવા મળે છે. તેણીએ કાનની બુટ્ટી, બંગડીઓ પહેરી છે અને સાથે પાવર સૂટ પહેર્યો છે. જો કે, બાર્બી કંપની મેટેલે 1980માં બ્લેક બાર્બી બનાવી હતી પરંતુ ભારતીય વસ્ત્રોમાં આ પહેલી બાર્બી છે. બાર્બીનું આ રૂપ પહેલી વખત જોવા મળ્યું છે!
બાર્બીની પોસ્ટ શેર કરતી વખતે દીપિકાએ તેમાં લખ્યું છે – 2022ની બાર્બીને મળો. તેની ત્વચા રંગીન છે. આંખો મોટી છે અને આઇબ્રો બોલ્ડ છે. તેણીએ પાવર સૂટ સાથે ઇયરિંગ્સ અને ચૂડીઓ પહેરી છે. વિશ્વ પર કબજો કરવા માટે તૈયાર છે. તેણીએ તમામ સાંસ્કૃતિક અવરોધોને તોડી નાખ્યા છે. તેનું લક્ષ્ય નિયતિ કરતાં ઊંચું છે. બાર્બી કરુણા અને દયાની મૂર્તિ છે. વિશ્વમાં પરિવર્તન લાવવાની ઇચ્છા આ નવી બાર્બી છે.
દીપિકાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, તેણે ધ બાર્બી સાથે વિમેન્સ હિસ્ટ્રી મંથ એટલે કે માર્ચમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેણે કહ્યું કે, આ અનોખી ઢીંગલી બનાવવા માટે ટીમને ખૂબ ખૂબ અભિનંદન. મારા માટે દક્ષિણ એશિયાઈ અમેરિકન છોકરીઓ માટે પણ બાર્બી હોવી મહત્ત્વપૂર્ણ હતી, જેઓ પોતાનો રસ્તો જાતે બનાવી રહી હોય અને પોતાના સપનાને વાસ્તવિકતામાં ફેરવતી હોય તેવું લાગે. જો કે, દીપિકાએ જણાવ્યું કે, આ ઢીંગલી અત્યારે માર્કેટમાં વેચાણ માટે આવી નથી. હું આભારી છું કે મારી ટીમે આવી ઢીંગલી બનાવી છે.
તમને જણાવી દઈએ કે દીપિકા મુત્યાલા દક્ષિણ એશિયાઈ બ્યૂટી ઉદ્યોગસાહસિક છે અને ટિન્ટેડ બ્રાન્ડની સંસ્થાપક છે. ટીન્ટેડ કોસ્મેટિક્સ સુંદરતા સંબંધિત વસ્તુઓ બનાવે છે. ટીન્ટેડની સ્થાપના દીપિકાએ 2018માં કરી હતી. દીપિકા અને તેની કંપની દાવો કરે છે કે તેઓ દરેક રંગની એટલે કે દરેક સ્કીન ટોનના લોકોની સુંદરતાનું ધ્યાન રાખે છે. દીપિકા મુત્યાલાનો એક વીડિયો 2015માં વાયરલ થયો હતો, જેમાં તેણે તેના ડાર્ક સર્કલને રેડ લિપસ્ટિકથી કવર કર્યું હતું. આ જ વીડિયો બાદ દીપિકા ચર્ચામાં આવી હતી. દીપિકાની કંપની લાઇવ ટીન્ટેડે બાર્બી કંપની મેટલ સાથે મળીને આ દેશીગર્લ એટલે કે દેશી બાર્બી ડોલ તૈયાર કરી છે.