Gujarat

VIDEO: સંખેડાના ઐતિહાસિક મહાદેવ મંદિરનો એક ભાગ 5 સેકન્ડમાં તૂટી નદીના પ્રવાહમાં તણાયો

વડોદરા: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી મૂશળધાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. ત્યારે રાજ્યના કેટલાક શહેરોમાં વરસાદે તારાજી સર્જી છે. વલસાડ (Valsad), નવસારી (Navsari) સહિત વડોદરાના (Vadodara) કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાય છે. ભારે વરસાદના કારણે નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે. ત્યારે વડોદરા શહેરના છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે તમામ નદી-નાળાં છલકાઈ ગયાં છે. આ સાથે સંખેડા પાસેથી પસાર થતી ઉચ્છ નદીમાં પણ પાણીની આવક વધતા નદી હાલ બે કાંઠે વહી રહી છે. ઉચ્છ નદી કાંઠે આવેલા ઐતિહાસિક અર્જુનનાથ મહાદેવ મંદિરનો એક ભાગ નદીના જોરદાર પ્રવાહને કારણે અચાનક તૂટી પડ્યો હતો. સ્થાનિક લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ કરી લીધો હતો. માત્ર 5 સેકન્ડમાં જ મંદિરનો એક ભાગ ધરાશાયી થઈને નદીમાં તણાવા લાગ્યો હતો.

આ સાથે મધ્ય ગુજરાતમાં સૌથી વધુ વરસાદ બોડેલી વિસ્તારમાં પડ્યો છે. જેના કારણે બોડેલી વિસ્તારમાં તારાજી સર્જાય છે. બોડેલીના પાણેજ પાસે નેશનલ હાઈવે પર રોડ તણાઈને બીજી બાજુમાં ખસી ગયો હતો. જેના કારણે નેશનલ હાઈવેના બે ટુકડા થઈ ગયા હતા. આ સાથે છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા. નસવાડી તાલુકાનાં 12 ગામ અને કવાંટના બે રસ્તા બંધ કરાયાં હતાં. ઉપરવાસના વરસાદના કારણે પાણેછ અને કડાછલા સંપર્કવિહોણા બન્યાં હતાં.

ઉપરવાસમાં ભારે વરસાદ વરસતાના કારણે ઓરસંગ નદીમાં પાણીની આવકને વધતા ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટનાં 28 જેટલાં પગથિયાં પાણીમાં ગરકાવ થયાં છે. આ સાથે જ નર્મદા નદીના નીર ઓરસંગ નદીમાં ભળતા નદી ખળખળ વહેતી થઈ હતી.  

બોડેલીમાં ભારે વરસાદના પગલે ચાણોદના રેલવે ટ્રેક નીચેથી જમીન સરકી ગઈ, આ ટ્રેનો રદ
બોડેલી: બોડેલી(Bodeli)માં ભારે વરસાદ(Heavy Rain)નાં પગલે તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લાના બોડેલીમાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 22 ઇંચ વરસાદ ખાબકતા લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. ભારે વરસાદનાં પગલે ચાણોદ( Chanod) નો રેલ્વે ટ્રેક(Railway Track) ધોવાતાં ટ્રેન (Train) સેવા બંધ (Cancel) રાખવામાં આવી છે. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી તમામ ટ્રેનો રદ કરવામાં આવી છે.

Most Popular

To Top