SURAT

સુરતીઓ આનંદો, ઈતિહાસમાં પહેલીવાર આ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને સુરતનું સ્ટોપેજ ફાળવાયું

સુરત (Surat): રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોષના સફળ પ્રયાસને પગલે સુરતીઓ માટે એક ખુશખબર છે. ઇતિહાસમાં પહેલીવખત નિઝામુદ્દીન તિરૂવંત્થપુરમ્ સેન્ટ્રલ રાજધાની એક્સપ્રેસ અને પુણે અમદાવાદ દુરંતો એક્સપ્રેસને સુરતનું સ્ટોપેજ મળ્યું છે.

સુરત રેલ્વે સ્ટેશન (Surat Railway Station) પર લાંબા સમયથી નિઝામુદ્દીન તિરૂવંત્થપુરમ્ સેન્ટ્રલ રાજધાની એક્સપ્રેસ (Rajdhani Express) અને પુણે અમદાવાદ દુરંતો એક્સપ્રેસના (Duronto Express) સ્ટોપેજ માટેની માંગણી હતી. આ ટ્રેનોને ગુજરાતમાં સુરતમાં સ્ટોપેજ માટે અલગ અલગ વખતે માંગણી કરાઈ છે. આ બંને ટ્રેન લાંબા અંતરની હોવાથી તેને ખુબ ઓછા સ્ટોપેજ હોય છે. તેમાયે આ ટ્રેન માટે એક રાજ્યમાં એક જ સ્ટોપેજ હોય છે. સમયાંતરે રેલ્વે બોર્ડના સભ્યો અને દર્શનાબેન દ્વારા પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. કે આ ટ્રેનોને સુરતમાં સ્ટોપેજ આપવામાં આવે. પરંતુ ઉપર સુધી આ વાતો પર ધ્યાન આપવામાં આવતું નહોતી.

દર્શનાબેન જરદોષ રેલવેરાજ્ય મંત્રી બન્યા ત્યારથી તેના માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. દર્શનાબેનના સફળ પ્રયાસથી આ ટ્રેનોને સુરતમાં સ્ટોપેજ આપતા લોકોને તેનો લાભ મળશે. આ ટ્રેન ગોવા પણ સ્ટોપેજ લેતી હોવાથી સુરતીઓને ગોવા જવા માટે વધુ એક ટ્રેન મળી છે. આ અંગે વહિવટી મંજુરી પણ મળી ગઈ છે. આગામી દિવસોમાં ટુંક સમયમાં તેના સ્ટોપેજને લગતી વધારે માહિત રેલ્વે તંત્ર દ્વારા જાહેર કરાશે.

સુરતથી સીધી દુબઈની ફ્લાઈટ શરૂ થશે

સુરતથી દુબઈ અને ત્યાંથી આખી દુનિયામાં પ્રવાસ કરનારાઓની સંખ્યા બહુ છે. ડોમેસ્ટિક પેસેન્જર (Domestic Passenger) પણ વધી રહ્યા છે. સુરતીઓની માંગ રહી છે કે સુરતથી દુબઈ, સિંગાપોર (Singapore) અને બેંગકોકની (Bangkok) ફ્લાઈટ શરૂ કરવામાં આવે. સુરતના વેપાર અને ઉદ્યોગજગતે પણ વારંવાર દુબઈ સહિતના ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન માટે ફ્લાઈટ શરૂ કરવા માંગ કરી હતી. ઇન્ડિગો એર લાઈન્સ હવે દુબઈની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવા જઈ રહી હોવાનું બિનસત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. એરલાઈન્સને દુબઈમાં સ્લોટ મળી ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આગામી સપ્ટેમ્બર મહિનાથી એરલાઈન્સ દુબઈ માટે ફ્લાઈટ શરૂ કરી શકે છે. સ્લોટ રાતનો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. શરૂમાં અઠવાડિયામાં બે દિવસ માટે ફ્લાઈટ ચલાવવામાં આવશે. ત્યાર બાદ પેસેન્જરોનો ફ્લો કેટલો રહે છે તેના પર નક્કી થશે આગળ ફ્લાઈટની ફ્રિકવન્સી કેટલી વધારવી? આગામી દિવસમાં આ એરલાઈન્સ ફ્લાઈટ શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી શકે છે.

Most Popular

To Top