બારડોલી, કામરેજ: (Bardoli, Kamrej) કામરેજ તાલુકામાં બુલેટ ટ્રેન (Bullet Train) પ્રોજેકટની સાઇટ પરથી ચોરી થયેલા બુલડોઝર (જે.સી.બી.મશીન) સાથે પાંચ આરોપીઓને દબોચી એલસીબી પોલીસે (Police) તેમની પાસેથી 21.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કામરેજ તાલુકાના શેખપુર ગામની સીમમાંથી પસાર થતી બુલેટ ટ્રેનના પ્રોજેકટ વાળી સાઇટ પરથી એક બુલડોઝરની (Bulldozer) ચોરી થઈ હતી. જે અંગે કામરેજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
- બુલેટ ટ્રેન સાઇટ પરથી બુલડોઝર ચોરનાર ગેંગ ઝડપાઈ
- કામરેજ તાલુકાના શેખપુર ગામની સીમમાં બુલડોઝરની ચોરી થઈ હતી
- સુરત જિલ્લા LCB પોલીસે પાંચ શખ્સોને ઝડપી પાડ્યા
તાજેતરમાં કામરેજ તાલુકાના શેખપુર ગામની સીમમાંથી પસાર થતી બુલેટ ટ્રેનના પ્રોજેકટ વાળી સાઇટ પરથી એક બુલડોઝરની ચોરી થઈ હતી. જે અંગે કામરેજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. ઘટનાની તપાસ કરી રહેલી સુરત જિલ્લા LCBની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, બુલેટ ટ્રેન પ્રોજેકટની સાઇટ પરથી બુલડોઝરની ચોરી કરનાર શખ્સો કીમ ચાર રસ્તાથી કીમ ગામ તરફ જતાં રોડ પર દરબાર હોટેલ પાસે ભેગા થયા છે. જે બાતમીના આધારે LCBની ટીમે વોચ ગોઠવી ચોરી કરનારા ત્રણ શખ્સને ઝડપી લીધા હતા. પૂછપરછમાં તેમણે ચોરી કરેલ બુલડોઝર (JCB મશીન) અન્ય આરોપીઓને સસ્તામાં વેચી દીધું હોવાનું જણાવ્યું હતું. પોલીસે નંદાવ પાટિયા પાસેથી મશીન ખરીદનાર અને ચાલકને પકડી લીધા હતા. પોલીસે તમામ પાંચની અટક કરી બે જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે તેમની પાસેથી એક JCB મશીન કિંમત રૂ. 19.80 લાખ, પાંચ મોબાઇલ ફોન કિંમત રૂ. 25 હજાર અને રોકડા રૂ. 1.65 લાખ મળી કુલ 21.70 લાખ રૂપિયાનો સામાન કબ્જે લીધો હતો.
પકડાયેલ આરોપી : 1. દેહૂરભાઈ ઉર્ફે દેવ રત્ના મીર (રહે નવી સિયાલજ. તા. માંગરોળ, મૂળ રહે, ધોલેરા, અમદાવાદ) 2. રામાભાઈ રણછોડભાઈ ઉર્ફે મનુભાઈ મીર (રહે વડોદરા, મૂળ રહે વલભીપુર, ભાવનગર) 3. સિદ્ધરાજ રણુભાઈ મીર (રહે પિપોદ્રા માંગરોળ, મૂળ રહે લીમડી, સુરેન્દ્રનગર) 4. ભાનુભાઈ ઉર્ફે ઘનો જગાભાઈ ભરવાડ (રહે અસલાલી, અમદાવાદ, મૂળ રહે ચુડા, સુરેન્દ્ર નગર) 5. સંજય કશનાભાઈ નિરસતા (રહે અસલાલી, અમદાવાદ, મૂળ રહે દાહોદ), વોન્ટેડ આરોપી : 1. દિનેશસિંહ ચૌહાણ (બિહાર) 2. ડ્રાઇવર સલમાન