રાજસ્થાન: અમરનાથ(Amarnath)માં વાદળ ફાટવા(Cloud Burst)થી 16 લોકોના મોત થયા છે. આ મૃતકોમાં બે રાજસ્થાન(Rajasthan)ના છે. શ્રી ગંગાનગર(Shri Ganganagar)ના ટ્રાફિક(Traffic) પોલીસ સ્ટેશન(Police Station)ના ભૂતપૂર્વ ઈન્ચાર્જ સુશીલ ખત્રી(Sunil Khatri) અને તેમના સંબંધી સુનીતા વાધવાનું અવસાન થયું છે. તેઓ આ દુર્ઘટનામાં લોકોને બચાવતા પાણીનાં વહેણમાં તણાઈ ગયા હતા.
અન્યોને બચાવતા પોલીસકર્મી તણાયા
રાજસ્થાનના શ્રી ગંગાનગરના રિટાયર્ડ સીઆઈ(CI) સુશીલ ખત્રી મૂળ બિકાનેરના રહેવાસી હતા. અમરનાથ યાત્રીઓનું ગ્રુપ 3 જુલાઈના રોજ શ્રી ગંગાનગરથી રવાના થયું હતું. આ ગ્રુપ સાથે સુશીલ અને તેમનો પરિવાર અમરનાથની યાત્રાએ ગયા હતા. અમરનાથની ગુફામાં પહોંચ્યા બાદ તેઓએ લંગરમાં આરામ કર્યો હતો. તે જ દિવસે સાંજે વાદળ ફાટતા તબાહી મચી ગઈ અને તંબુઓ પાણીમાં વહેવા લાગ્યા હતા. સુશીલ ખત્રી, તેમની સાથી સુનીતા અને સુનિતાના પતિ મોહનલાલ સહિત શ્રીગંગાનગરના ઘણા લોકો હાજર હતા. નિવૃત સીઆઈ સુશીલ ખત્રીએ છેલ્લી ઘડી સુધી પોતાની ફરજ નિભાવી હતી. તેઓએ પૂરમાં વહી રહેલા લોકોને બચાવ્યા હતા. આ દરમિયાન તેઓ પોતે જ આ પુરનાં પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યા હતા. તેમની સાથે સંબંધી સુનીતા વાધવાએ પણ જીવ ગુમાવ્યો હતો.
નિવૃત્ત થયા બાદ તેઓ સૌથી પહેલા અમરનાથનાં દર્શન માટે ગયા પરંતુ પરત ન ફર્યા
પોલીસ ઈન્સ્પેક્ટર સુનિલ ખત્રી આઠ દિવસ પહેલા એટલે કે 30 જૂને નિવૃત્ત થયા હતા. તેઓ તેમના પરિવાર અને મિત્રોને કહેતા હતા કે તેઓ નિવૃત્તિ પછી પહેલા બાબા અમરનાથના દર્શન કરવા જશે. તેઓ કહેતા હતા કે દર વર્ષે જવાનું વિચારતો હતો પણ ડ્યુટી કે અન્ય કારણોસર ક્યારેય જઈ શકાયું ન હતું. પરંતુ નિવૃત્ત થયા બાદ તેઓ સૌથી પહેલા બાબા અમરનાથના દર્શન કરવા ગયા હતા. પરંતુ આ વખતે તે એવી રીતે ગયા કે તે પાછા ફર્યા નહીં. ખત્રીના નિધનના સમાચાર સાંભળ્યા બાદ શ્રીગંગાનગર સ્થિત ઘરે સગા-સંબંધીઓ અને પરિવારજનો મૃતદેહને લેવા રવાના થઈ રહ્યા છે. આ સાથે તેમની સાથી સુનિતા વાધવાનના મૃતદેહને પણ લાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
પતિ હજુ પણ લાપતા
જ્યારે સુનિતા વાધવાના પતિ મોહનલાલ વાધવા હજુ લાપતા છે. શ્રીગંગાનગરની અમરનાથ લંગર સેવા સમિતિના પ્રમુખ નવનીત શર્માનું કહેવું છે કે શ્રીગંગાનગરના એક કે બે વધુ લોકો ગુમ થયાની શક્યતા છે. યાત્રામાં સામેલ અન્ય બે-ત્રણ લોકો પણ ગુમ હોવાનું જાણવા મળે છે. જય ભોલે મહાદેવ ગ્રૂપમાં સામેલ શ્રી ગંગાનગરના નવનીત ભટેજાએ જણાવ્યું હતું કે મોડી સાંજે વાદળ ફાટવાથી શ્રીગંગાનગરના ભક્તોના ટેન્ટ પણ પાણી અને પથ્થરોના પૂરમાં ધોવાઈ ગયા હતા અને 10 મિનિટમાં બધું જ નાશ પામ્યું હતું. તેમણે જણાવ્યું કે સુશીલ ખત્રી, તેમની સાથી સુનીતા વાધવા, સુનિતાના પતિ મોહન લાલ વાધવા અને અન્ય લોકો ટેન્ટમાં હાજર હતા. અચાનક પાણીનો ધસારો આવતા સુશીલ ખત્રીએ પોતાના જીવની પરવા કર્યા વિના ઘણા લોકોના જીવ બચાવ્યા, પરંતુ સુધીર ખત્રી પોતે અમરનાથ દુર્ઘટનાનો શિકાર બન્યા અને મોતને ભેટ્યા.