SURAT

સુરતમાં ધડાકાભેર કાર અથડાતા પાઇપલાઇન ફાટી જતાં ગેસના ફૂવારા ઉડ્યા

સુરત (Surat) : અડાજણના એલપી સવાણી રોડ (LP Savani Road) ઉપર એક સોસાયટીમાં (Society) કાર (Car) લઇને નીકળેલા યુવકે સ્ટિયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર ગેસની (Gas) પાઇપલાઇન (Pipeline) સાથે અથડાઇ (Accident) હતી, જેને લઇને પાઇપલાઇન તૂટી જતા લોકોના જીવ અધ્ધર થઇ ગયા હતા. થોડા સમય માટે લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયા હતા અને ફાયર વિભાગ તેમજ ગેસ કંપનીને જાણ કરવામાં આવી હતી.

  • અડાજણના એલપીસવાણી રોડની પંચવટી સોસાયટીની ઘટના
  • બ્રેક ફેઈલ થતા કાર સોસાયટીની દિવાલ સાથે ટકરાઈ
  • ગેસ પાઈપલાઈન ફાટી જતા લોકો ઘરની બહાર દોડી આવ્યા

પ્રાપ્ત વિગતો મુજબ અડાજણ એલપી સવાણી રોડ ઉપર પંચવટી સોસાયટીમાંથી કમલેશ પટેલ નામનો યુવક સવારના સાડા આઠ અરસામાં કાર લઇને નીકળ્યો હતો. ગાડીમાં બ્રેક ફેઇલ થઇ ગઇ હોવાથી તેની ગાડી સોસાયટીમાં એક દિવાલમાં અથડાઇ હતી, અહીં ગેસની પાઇપલાઇન પણ હોવાથી તેની સાથે પણ અકસ્માત થયો હતો અને ગેસની પાઇપલાઇન તૂટી ગઇ હતી. એક સાથે વધુ પ્રેશરમાં ગેસ લીકેજ થતા લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. બનાવ અંગે ફાયર વિભાગ ઉપરાંત ગુજરાત ગેસ કંપનીને જાણ કરવામાં આવી હતી. ગેસ કંપનીએ અકસ્માત થયેલી જગ્યાને કોર્ડન કરીને ત્યાંથી તમામ લોકોને દૂર જતા રહેવા કહ્યું હતું. થોડા સમય માટે મોબાઇલનો ઉપયોગ પણ બંધ કરી દેવા સૂચના આપવામાં આવી હતી. ગેસ કંપનીના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવ્યા હતા અને પાઇપલાઇન રીપેર કરી દઇને ગેસ પુરવઠો ફરીવાર શરૂ કર્યો હતો. મોટી દુર્ઘટના ટળતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

પાંડેસરામાં પગપાળા જતા શ્રમજીવીનું રિક્ષાની અડફેટે મોત
સુરત : પાંડેસરાના વડોદ ગામમાં રહેતા 40 વર્ષીય રામજીત શ્યામલાલ નિશાદ પાંડેસરાની ન્યૂ પારસ મિલમાં નોકરી કરી રહ્યો હતો. 1 જુલાઈના રોજ રામજીત મિલ પરથી પગપાળા ઘરે જઈ રહ્યો હતો. એ વખતે એક રિક્ષાચાલકે રામજીતને ટક્કર મારતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સાત દિવસની સારવાર બાદ ગુરુવારે રાત્રે મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ હાલ રિક્ષાચાલકની ઓળખ થઈ જતાં તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top