SURAT

‘તારી બહેન સિગારેટ, વોડકા પીતી હોવાનો વીડિયો છે, શેર કરી દઇશ’, સુરતમાં બનેવીએ સાળાને આપી ધમકી

સુરત(Surat): વેસુ ખાતે રહેતા સીએ (CA) અને તેના પિતાને તેની બહેન બાબતે અશ્લિલ વાતોનો મેસેજ મળસ્કે આવ્યો હતો. બાદમાં સગાસંબંધીઓને પણ મેસેજ કરી બદનામ કરાયા હતા. સીએએ શંકાના આધારે તેની બહેનના પતિ અને બે અજાણ્યા નંબર પરથી મેસેજ (Message) કરનારની સામે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

  • મળસ્કે ઓડિયો મેસેજ મોકલ્યો, બાદમાં બહેનનો સામાન ખરીદી કરતો વીડિયો મોકલી ધમકી આપી
  • સીએના બનેવીએ જ મેસેજ કર્યાની શંકાને આધારે તેની સામે ફરિયાદ નોંધાવી

વેસુ ખાતે રહેતા 35 વર્ષીય પ્રકાશભાઈ અગ્રવાલ (નામ બદલ્યું છે) ચાર્ટડ એકાઉન્ટન્ટ છે. તેઓ પીપલોદ ખાતે ઓફીસ ધરાવે છે. ગત 15 ઓક્ટોબર 2021 ના મળસ્કે સાડા ત્રણ વાગે પ્રકાશભાઈ અને તેમના પિતાના મોબાઈલ ઉપર તેમની બહેન આરતી (નામ બદલ્યું છે) વિશે ગંદી ભાષામાં ઓડીયો મેસેજ આવ્યો હતો. અડધો કલાક પછી તેમની બહેન કોઈ દુકાનમાં સામાન ખરીદી કરતી હોવાનો વિડીયો (Video) આવ્યો હતો. પંદર મિનિટ પછી તેમની બહેન સિગારેટ (Cigarettes), વોડકા (Vodka) અને આલ્કોહોલ (Alcohol) લેતી હોવાનો મારી પાસે વીડીયો છે. જે જરૂરત પડશે તો બધાને શેર કરી દેવાના મેસેજ સાથેની ધમકી આપી હતી.

ત્યારબાદ સાડા ચાર વાગે મેસેજ આવ્યો કે, આ વિડીયો તથા મેસેજ હાલમાં આરતીના ભાઈ અને માતા-પિતાને જ કર્યો છે. મારી વાત માની મેટર પતાવી દો, તમારી બહેન જુઠ્ઠુ બોલે છે અને બંને પરિવારની મજાક બનાવે છે. બાદમાં સવારે સાડા સાત વાગે મેસેજ આવ્યો હતો કે, જેમાં ‘આરતી કો ઓમ આઈકોન કે જીમ ટ્રેનર વિશાલ સાલુંકે કે સાથ અશ્લિલ હાલત મે રંગેહાથ પકડા ગયા, ઇન દોનો કો અશ્લિલ હાલત મે વેસુ સિગનેટ શોપર્સ કે પાસ પકડા ગયા, પોલીસ કો કારમે યુઝ્ડ કોનડોમ મીલા, પકડે જાને કે બાદ આરતીને વિશાલ કે સાથ મિલકર પત્ની કી જાન લેને કી કોશિષ કી હૈ, દોનો પર એફઆઈઆર દર્જ કરાઈ ગઈ હૈ’. વિશાલ સાલુંકે એન્ડ આરતી સિસ્ટર ઓફ સીએ પ્રકાશ જેલ કી સલાખો કે પીછે’ તેવા મેસેજ મોકલ્યા હતા.

પેપર કટીંગ, યુટ્યુબ લિંક તથા ફોટો લગાવી તેમની સોસાયટીના લોકોને તથા સગાસંબંધીઓને વોટ્સએપ કરી બદનામી કરી હતી. વર્ષ 2020 ના જાન્યુઆરી મહિનામાં આરતીને તેની સાસરી પક્ષ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. જેથી આરતીને તેના પતિ યોગેશ અગ્રવાલ તથા સાસુ મંજુબેન અને સસરા જગદીશભાઈ, દિયર હિતેશ વિરુધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. જેની અદાવતમાં આરતીના પતિ યોગેશ અગ્રવાલે આ રીતે બદનામ કરવા પ્રયાસ કર્યો હોવાની આશંકાએ તેની સામે તથા બે અજાણ્યા નંબર પરથી મેસેજ કરનાર સામે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

પિતાના એફબી મેસેન્જર પર પણ મેસેજ આવ્યો
પ્રકાશભાઈના પિતાના ફેસબુક મેસેન્જર પર રાજ ગર્ગના નામથી મેસેજ આવ્યો હતો. જેમાં તમારી દીકરી અને જમાઈની મેટર ચર્ચામાં છે. દીકરી અને નાતીની જીંદગી બરબાદ ન કરો, દિકરી અને જમાઈને અલગ ન કરો તેવું લખ્યું હતું.

સગાસંબંધીઓને ફોન કરી બદનામ કરતા સાયબર ક્રાઈમમાં અરજી કરી હતી
જાન્યુઆરી 2022 માં અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી તેમના સગાસંબંધીઓના ફોન પર મેસેજ મોકલ્યો હતો કે, ‘સારે કેસ વાપસ લે લો, વરના ઇતના બદનામ કર દુંગા કી સ્યુસાઈટ કરની પડેગી, પુરે ખાનદાન કો’ તેવી ધમકી આપી હતી. જે અંગે સાયબર ક્રાઈમ પોલીસમાં અરજી કરી હતી.

Most Popular

To Top