સુરત: અમરોલી (Amroli) ખાતે રહેતા ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ (Student) ઇન્સ્ટાલોન એપ (APP) ડાઉનલોડ (Download) કરતાં તેને 3 હજાર લોન ભરપાઈ કરવાનો મેસેજ (Message) આવ્યો હતો. બાદમાં ફોટા (Photo) અને મોબાઈલના કોન્ટેક્ટ નંબરો (Number) મેળવી ફોટાને એડિટ (Edit) કરી બીભત્સ બનાવી સગાસંબંધીને વાયરલ કરી 3 હજારની માંગણી કરાઈ હતી. પોલીસે ફરિયાદ (Police Complaint) દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી-કોસાડ ખાતે આવેલી એક રેસિડેન્સીમાં રહેતો 19 વર્ષીય પ્રદીપ (નામ બદલ્યું છે) ધોરણ-10માં અભ્યાસ કરે છે. તેણે એકાદ મહિના પહેલાં મોબાઈલમાં ઇન્સ્ટાલોન એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. ત્યારબાદ તેને ગત 26 જૂને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. જેમાં લોનના 3 હજાર ભરપાઈ કરવા કહ્યું હતું. વિદ્યાર્થીએ પૈસા નહીં આપતાં અજાણ્યાએ વિદ્યાર્થીના મોબાઈલમાંથી ફોટા અને નંબર કોઈક રીતે મેળવી લીધા હતા. અને વિદ્યાર્થીના ફોટા એડિટ કરી બીભત્સ બનાવી તેના સગાસંબંધીઓમાં વાયરલ કર્યા હતા. બાદ 3 હજારની માંગણી કરી હતી. જેથી તેણે અમરોલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
શાકભાજીના વેપારી સાથે ધક્કામુક્કી કરી 10 હજાર સેરવીને રિક્ષાચાલક ટોળકી ફરાર
સુરત: પુણામાં શાકભાજીના વિક્રેતા રિક્ષાચાલક ટોળકીનો શિકાર બન્યા હતા. સરદાર માર્કેટથી પુણાગામ જતા રસ્તામાં રિક્ષામાં બેઠેલા યુવકોએ વેપારીની સાથે ધક્કામુક્કી કરી 10 હજાર સેરવી લીધા બાદ તેમને અધવચ્ચે ઉતારી ફરાર થઇ ગયા હતા. જે અંગે પુણા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ પુણાગામ કેનાલ રોડ રંગ અવધૂત સોસાયટીમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા છગન બીજલ ભીલ (ઉં.વ.૫૪) ગત તા.૧૬ જૂનના રોજ બપોરો બે વાગ્યાના અરસામાં સરદાર માર્કેટમાં હોલસેલમાં શાકભાજી ખરીદવા માટે ગયા હતા. ત્યાંથી શાકભાજી ખરીદીને તેઓ રિક્ષામાં બેસી પુણાગામ જઇ રહ્યા હતા. આ રિક્ષામાં પહેલાથી જ બે યુવક બેઠા હતા. તેમણે છગનભાઇની સાથે ધક્કામુક્કી કરી આગળ-પાછળ ખસવાનું કહી તેમનાં પેન્ટના ખિસ્સામાંથી 10 હજાર કાઢી લીધા હતા. બાદમાં આ યુવકોએ રિક્ષાચાલકને ઇશારો કરીને છગનભાઇને અધવચ્ચે ઓર્ચિડ ટાવર પાસે જ ઉતારી દઇ ભાગી ગયા હતા. છગનભાઇએ ખિસ્સા ચેક કર્યા ત્યારે તેમના ખિસ્સામાં 10 હજાર જોવા મળ્યા ન હતા. આ બનાવ અંગે તેમણે પુણા પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.