નવી દિલ્હી: મોંઘવારીથી પરેશાન જનતાને વધુ એક આંચકો લાગ્યો છે. ગેસ કંપનીઓએ (Gas Companiy) ઘરેલુ એલપીજી (LPG) સિલિન્ડરની (Cylinder) કિંમતમાં (Price) ધરખમ વધારો કર્યો છે. નાગરિકોએ હવે 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડર માટે તમારે 50 રૂપિયા વધુ ચૂકવવા પડશે. દિલ્હીમાં (Delhi) ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 1053 રૂપિયા થશે. જ્યારે પહેલા તેની કિંમત 1003 રૂપિયા હતી. જ્યારે કોલકાતામાં રૂ. 1079 અને ચેન્નાઇમાં રૂ. 1068.50 આજથી મળશે. અમદાવાદમાં પણ એલપીજી હવે 1060માં મળશે.એલપીજી સિલિન્ડરની નવી કિંમતો આજથી લાગુ થશે.
આ ઉપરાંચ પાંચ કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે. હવે પાંચ કિલોના સિલિન્ડરની કિંમતમાં 18 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છે. જોકે, 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 8.50 રૂપિયાનો ઘટાડો થયો છે.
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ ઓઈલ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ દ્વારા કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. હવે બુધવારે સવારે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે પ્રથમ વખત ઘરેલું સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે જ્યારે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો છે. બુધવારે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 9 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે 2,012 રૂપિયા થઈ ગઈ છે. નવી દિલ્હીમાં 6 જુલાઈ 2022થી ગેસ સિલિન્ડર લાગુ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત 22 માર્ચ 2022નાં રોજ રાંધણ ગેસનાં ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને તેનો ભાવ 899.50 રૂપિયાથી વધીને 949.50 રૂપિયા થઈ ગયો હતો. પરંતુ ત્યાર બાદ ફરીથી 7 મે 2022નાં રોજ રાંધણ ગેસના ભાવમાં રૂ. 50 ફરી એક વખત વધારવામાં કરવામાં આવ્યો હતો. આ વધારા પછી રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 949.50 રૂપિયાથી વધીને 999.50 રૂપિયા થઈ ગઈ હતી.
તમારા શહેરમાં ઘરેલુ સિલિન્ડરનો દર જાણો (તમામ ભાવ રૂપિયામાં)
દિલ્હી: 1053
મુંબઈ: 1053
કોલકાતા: 1079
ચેન્નાઈ: 1069
લખનૌ: 1091
જયપુર: 1057
પટના: 1143
ઇન્દોર: 1081
અમદાવાદ: 1060
પુણે: 1056
ગોરખપુર: 1062
ભોપાલ: 1059
આગ્રા: 1066