Fashion

આકર્ષક અને ગ્લોસી લિપ્સ માટે લગાડો લિપ ટિન્ટ

હોઠને આકર્ષક અને ખૂબસૂરત દર્શાવવા માટે લિપસ્ટિક અને લિપ ગ્લોસ જ વિકલ્પ હતા પરંતુ હવે માર્કેટમાં લિપ ટિન્ટ પણ મળે છે. એ લગાડયા બાદ તમે માસ્ક પહેરો કે પછી કંઇક પણ ખાવ એ ખરાબ થતાં નથી. યુવતીઓ લિપ બામની જગ્યાએ લિપ ટિન્ટ લગાડવાનું વધારે પ્રિફર કરે છે. એ હોઠને નેચરલ કલર આપે છે. હોઠની ત્વચાને મુલાયમ પણ રાખે છે.

સૌથી છેલ્લે લગાડો
ચહેરા પર બધો મેકઅપ કર્યા પછી જ લિપ ટિન્ટ લગાડો. તમારા મેકઅપને અનુરૂપ એ પસંદ કરો. જો પહેલાં હોઠનો મેકઅપ કરો તો ટિન્ટ ખરાબ થવાની શકયતા રહે છે. એ વારંવાર ઠીક કરવાની કોશિશ કરશો તો મેકઅપ એક સમાન લાગશે નહીં. લિપ ટિન્ટ લગાડયા બાદ એને સેટ થવા માટે સમય જોઈશે. ગ્લોસી ઇફેકટ હોવાને કારણે એને સેટ થતાં સમય લાગે છે.

  • લાંબો સમય કઇ રીતે રાખશો?
  • કેટલાંકને હોઠ પર જીભ ફેરવવાની કે હોઠ ચાવવાની ટેવ હોય છે. આ આદત છોડવી જોઇએ. એનાથી લિપ ટિન્ટ જલ્દી નીકળી જાય છે.
  • કંંઇ પણ પીતી વખતે સ્ટ્રોનો ઉપયોગ કરો.
  • લિપ ટિન્ટ લગાડતાં પહેલાં લિપ બામ લગાડો નહીં. એ લગાડવાથી ટિન્ટ બરાબર લાગી શકશે નહીં. એ બરાબર સેટ પણ થતું નથી.
  • ધ્યાન રાખો…
  • ફાટેલા હોઠ પર ટિન્ટ લગાડવું ન જોઇએ કારણ કે તેનાથી હોઠ વધારે ડ્રાય અને બેજાન થઇ જાય છે.
  • સ્પંજથી જ લિપ ટિન્ટ લગાડવું બહેતર છે.
  • # જો લિપ ટિન્ટ ગાલ પર લગાડતાં હો તો ગાલ પણ મોઇશ્ચરાઈઝ કરો.
  • ફાયદા
  • લિપ ટિન્ટ ચીક ટિન્ટ અને આઈ મેકઅપ તરીકે પણ કામ આવે છે.
  • એ પ્રમાણમાં કિફાયતી હોય છે અને દરેક સ્કિન ટોન પ્રમાણે મળી રહે છે.
  • તમે લિપ સાથે ચિક ટિન્ટ તરીકે પણ લગાડી શકાય એવો શેડ પસંદ કરી શકો.

Most Popular

To Top