સુરત (Surat): અમરોલી ખાતે શહેરમાં દોઢ વર્ષ પહેલાં 14 વર્ષની કિશોરી (Teenage Girl) પર થયેલા બળાત્કાર (Rape) કેસમાં ખાનગી વકીલ (Advocate) દ્વારા સમાધાન (Compromise) કરવામાં આવતાં આ મામલે શહેરના જાણીતા સરકારી વકીલ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હોવાની વિગત જાણવા મળી છે. કોર્ટમાં ગુરુવારે આ મામલો ટોક ઓફ ધ કેમ્પસ બન્યો હોવાની વિગત જાણવા મળી છે.
- નોકરીની લાલચ આપી બાળકી પર 5 હવસખોરોએ બળાત્કાર કર્યો
- બાળકીના પિતાને જાનથી મારી નાંખવા ધમકી આપી
- દિકરીની અવદશા જોઈ પિતાએ પોક્સો એક્ટ હેઠળ કેસ કરતા આરોપીઓ જેલમાં ધકેલાયા
- ખાનગી વકીલે બાળકીના પિતાને મામૂલી રકમ આપી સમાધાન કરાવ્યાની ચર્ચા
- સરકારી વકીલે સમાધાન કરાવનાર ખાનગી વકીલને ખખડાવ્યો
અમરોલી પોલીસ સ્ટેશનની હદમાં ગરીબાઇથી પીડાતા મિત્રને કિશોરીને નોકરી અપાવવાની લાલચ હવસખોર મિત્ર દ્વારા આપવામાં આવી હતી. મિત્રતાનું નામ લજવીને આ ઇસમ દ્વારા 14 વર્ષની કિશોરીનુ શારિરીક શોષણ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ તેના ચાર મિત્રો દ્વારા પણ આ કિશોરીનુ શારિરીક શોષણ કરવામાં આવ્યુ હતુ. આ કેસ આટલેથીજ નહી અટકતા તેના પિતાને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. બાદમાં પિતાએ પોતાની દિકરીની અવદશા જોઇને પોલીસ કેસ કરતા તમામ ચાર હવસખોરો જેલના સળિયા પાછળ પોકસો હેઠળ ધકેલવામાં આવ્યા હતા.
વકીલે મામૂલી રકમ આપીને સમાધાન કરતા કોર્ટમાંજ સરકારી વકીલે પાર્ટીના વકીલને આડે હાથ લીધો
હવે આ કેસમાં એવુ કહેવાય છે કે વકીલ દ્વારા પિતાને મામૂલી રકમ આપીને આખો કેસ સોમવારના રોજ કોર્ટમાં સમાધાન થયુ હોવાની વાત કરવામાં આવી. દરમિયાન આ ચકચારી કેસમાં શહેરના સરકારી વકીલ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. તેઓએ આ વકીલને સખણા રહેવા માટે જણાવ્યુ હતુ. દરમિયાન કોર્ટમાં પણ બળાત્કાર અને હત્યા જેવા જઘન્ય અપરાધોમાં કયારેય સમાધાન કરાતા નથી તેના નૈતિક મૂલ્યોની યાદ અપાવી હતી. આ મામલો કોર્ટ કેમ્પસમાં આજે ચકચારી બન્યો હતો. દરમિયાન એક તરફ લોકો ભલે કહેતા હોય કે કોર્ટ કેમ્પસ ભ્રષ્ટાચાર છે પરંતુ જઘન્ય કેસોમાં સરકારીવ કીલો અને જાણીતા વકીલો માનવતાની સાંકળને હજુ પણ પકડીને બેઠા છે. આ મામલે કોર્ટમાં સરકારી વકીલ દ્વારા જે તે ખાનગી વકીલ સામે ફરિયાદ કરવા માટે પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.