Charchapatra

અષાઢી ગુપ્ત નવરાત્રી

હિંદુ વિક્રમ વર્ષમાં ચાર નવરાત્રી આવે છે.ચૈત્ર મહિનાની મોટી નવરાત્રી ગણાય છે.તે મહિનામાં માતાજીની પૂજા ઉપાસના કરવામાં આવે છે.જ્યારે આસો મહિનાની નવરાત્રી શારદીય નવરાત્રી કહેવાય છે.આ નવરાત્રીમાં સાર્વજનિક ઉત્સવ મનાવવામાં આવે છે.રાત્રે માતાજીના ગરબા ગવાય છે.આ દુનિયાનો મોટામાં મોટો નૃત્યઉત્સવ ગણાય છે.મહા મહિનો અને અષાઢ મહિનામાં ગુપ્ત નવરાત્રી આવે છે.અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકમથી નોમ સુધી ગુપ્ત નવરાત્રીમાં માતાજીની પૂજા,અભિષેક અને આરાધના કરવામાં આવે છે.આÝયુર્વેદ મુજબ ઋતુ બદલાય છે ત્યારે નવરાત્રીનો તહેવાર આવે છે.બદલાતી ઋતુમાં પાચનતંત્ર મંદ પડે છે.

એટલે આ દિવસોમાં ઉપવાસ કરવામાં આવે છે અથવા ઓછો ખોરાક લેવાથી સ્વાસ્થ્ય સારું રહે છે એવો ૠષિમુનિઓના ગ્રંથોમાં ઉલ્લેખ છે.આમ તો સુરતનાં મંદિરોમાં ગુપ્ત નવરાત્રીની કોઈ ખાસ ઉજવણી થતી નથી, પણ સલાબતપુરા સ્થિત સપ્તશૃંગી મંદિરમાં વર્ષોથી ગુપ્ત નવરાત્રી ઉજવાય છે.આ ગુપ્ત નવરાત્રીમાં ધંધારોજગારમાં વૃદ્ધિ થાય અને પરિવારમાં શાંતિ થાય તે માટે શ્રી સપ્તશૃંગી માતાજીને નવખંડની થાળ અને ખીર ધરાવવામાં આવે છે.પ્રસાદીનો લાભ લઇ ભક્તો ધન્યતા અનુભવે છે.આષાઢી વરસાદી ઋતુમાં માતાજીની ભક્તિ કરવાથી ઘરમાં એક અદ્દભુત વાતાવરણ ઊભું થાય છે.
સુરત     – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top