આણંદ : સેતુ ટ્રસ્ટ અને સી ટુ સી પરિવાર દ્વારા હેલન કેલર ના જન્મદિન ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તેજસ્વી દિવ્યાંગ વિદ્યાર્થીઓ વેદાંશી પટેલ, ધ્વજ ધ્યાની, નિખિલ શાહ, અને વેદ પટેલનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. જેના દ્વારા બાળકો સંઘર્ષમાં મહત્વ સમજે અને હેલન કેલરની જેમ પોતે પણ કંઈક કરીને બતાવે તે ઉદ્દેશથી આ જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. સેતુ ટ્રસ્ટ વલ્લભવિદ્યાનગર અને સી ટુ સી પરિવાર દ્વારા હેલન કેલરના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં પ્રિન્સ પાર્થ ફિલ્મ્સ આણંદના શૈલેષભાઈ શાહ, સેતુ ટ્રસ્ટના ટ્રસ્ટી તથા વિદ્યાનગર નગરપાલિકાના કાઉન્સિલર રાખીબેન શાહ, ખજાનચી ચિરાગભાઈ, જનરલ સેક્રેટરી સુધાબેન, ટ્રસ્ટી રાધાબેન, જોઇન્ટ સેક્રેટરી નરેન્દ્રભાઈ અને સિટુસી પરિવારના આકાશભાઈ, સુરેશભાઈ, કલ્પેશભાઈ અને સભ્યો તથા સરોવર સેલ્સના માલિક નરોત્તમભાઈ પટેલ અને તેમના પત્ની અમિતાબેન પટેલ દ્વારા ટેરેસ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે હીનાબેન તડવીની હાજરીમાં સરોવર સેલ્સ આણંદના હોલમાં કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં તેજસ્વી દિવ્યાંગ વિદ્યાર્થીઓ વેદાંશી પટેલ, ધ્વજ ધ્યાની, નિખિલ શાહ અને વેદ પટેલનું નું સન્માન પણ કરવામાં આવ્યું હતું. હેલન કેલરના જીવનમાંથી આપણને શીખવા મળે છે કે “સંઘર્ષ કરીએ તો બધા જ કામ સરળ થઈ જાય છે “ જો દિવ્યાંગ વ્યક્તિ આવા કાર્ય કરી શકે છે તો આપણે કેમ નહીં આવી બાળકોને શીખ મળે અને સભાન થઈ આગળ વધે તે હેતુ થી આ દિનની ઉજવણી કરવામાં આવી હતી. હેલન કેલરનો જન્મ 27મી જૂન 1880માં અમેરિકામાં થયો હતો. હેલન કેલન જન્મી ત્યારે તે સમયે તંદુરસ્ત અને સ્વસ્થ હતા. પરંતુ અચાનક એક બિમારીના કારણે 19 મહિના બાદ તેમને જોવાની અને સાંભળવાની શક્તિ જતી રહી. છતાં પણ તમને હારના માની, એન સુલેવાન નામના શિક્ષક પાસે રહી છ વર્ષની બ્રેલ લીપી અને આલ્ફાબેટ જ્ઞાન મેળવ્યું અને તેઓ સ્નાતક થયા. તેમને ચળવળો પણ ચલાવી હતી.