રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. મંગળવારે નવા 475 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ મનપામાં 211, અને બીજા નંબરે સુરત મનપામાં 76 કેસ નોંધાયા છે. નવા કેસ નોંધાવાની સાથે એક્ટિવ કેસની સંખ્યા વધીને 2793 થઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 248 કોરોના દર્દીઓ સાજા થયા છે.
રાજ્યમાં મંગળવારે અમદાવાદ મનપામાં 211, સુરત મનપામાં 76, વડોદરા મનપામાં 35, જામનગર મનપામાં 17, મહેસાણામાં 14, નવસારીમાં 12, વડોદરા ગ્રામ્યમાં 12, અમરેલીમાં 10, ગાંધીનગર મનપામાં 9, કચ્છમાં 8, ભરૂચ, વલસાડ, ગાંધીનગર ગ્રામ્યમાં 7, અમદાવાદ ગ્રામ્ય, જામનગર ગ્રામ્ય, રાજકોટ મનપામાં 5, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, ખેડામાં 4, આણંદ, ભાવનગર મનપા, પાટણ, રાજકોટ, સુરત ગ્રામ્યમાં ૩, ગીર સોમનાથ, મહીસાગર, સાબરકાંઠામાં 2, પંચમહાલ, સુરેન્દ્રનગરમાં એક નવો કેસ નોંધાયો છે. રાજ્યમાં નવા 52,721 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં 11,13,02,759 લોકોને રસી અપાઈ છે.